NZ vs PAK:16 છગ્ગા અને 5 ચોગ્ગા… ફિન એલને પાકિસ્તાન સામે 48 બોલમાં 100 ફટકાર્યા

By: nationgujarat
17 Jan, 2024

પાકિસ્તાનની ટીમ ન્યૂઝીલેન્ડ સામે ટી-20 સિરીઝ રમી રહી છે. શ્રેણીની ત્રીજી મેચ ડ્યુનેડિનમાં રમાઈ રહી છે. આ મેચમાં ન્યૂઝીલેન્ડના ઓપનિંગ બેટ્સમેન ફિન એલને તોફાની સદી ફટકારી હતી. તેણે પોતાની કારકિર્દીની સૌથી મોટી 137 રનની ઇનિંગ રમી હતી. તેની ઈનિંગ્સે પાકિસ્તાની બોલરોને પરેશાન કર્યા હતા. તેની ઇનિંગ્સની મદદથી ન્યૂઝીલેન્ડે પ્રથમ રમતમાં 224 રન બનાવ્યા હતા જવાબમાં પાકિસ્તાન ટીમ 179 રન કરી  શકી અને મેચ 45 રનથી હારી ગઇ.

એલને 48 બોલમાં સદી ફટકારી હતી

ન્યૂઝીલેન્ડના ઓપનિંગ બેટ્સમેન ફિન એલને 62 બોલમાં 137 રનની ઇનિંગ રમી હતી. તેણે 48 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. ટી20 ઈન્ટરનેશનલમાં આ તેની બીજી સદી છે. પોતાની ઇનિંગમાં તેણે માત્ર 5 ચોગ્ગા અને 16 છગ્ગા ફટકાર્યા હતા. તેણે પોતાની ઇનિંગ્સની ધીમી શરૂઆત કરી હતી. એક સમયે તે 6 બોલમાં 6 રન બનાવીને રમી રહ્યો હતો. પરંતુ પછી ગિયર્સ બદલ્યા. તેણે 26 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી.

ટી20માં સિક્સરનો રેકોર્ડ

ફિન એલને ટી20 ઈન્ટરનેશનલ મેચની એક ઈનિંગમાં સૌથી વધુ સિક્સર ફટકારવાના વર્લ્ડ રેકોર્ડની પણ બરાબરી કરી લીધી છે. અફઘાનિસ્તાનના હઝરતુલ્લા ઝાઝાઈએ 2019માં આયર્લેન્ડ સામે 16 છગ્ગા ફટકાર્યા હતા. હવે એલને તેની બરાબરી કરી લીધી છે. 137 રનમાંથી કિવી ઓપનરે 116 રન બાઉન્ડ્રીથી ફટકાર્યા હતા. ટી20 ઈન્ટરનેશનલમાં કોઈપણ કીવી બેટ્સમેનની આ સૌથી મોટી ઈનિંગ પણ છે. આ પહેલા આ રેકોર્ડ બ્રેન્ડન મેક્કુલમ (123)ના નામે હતો.

 

પાકિસ્તાન માત્ર 179 રનજ કરી શક્યુ.

પાકિસ્તાન તરફથી સૌથી વધુ રન બાબર આઝરમે 58 રન કર્યા પાકિસ્તાનની પહેલી વિકેટ 23 રન પર અયુબની ગઇ હતી. 100 રનની અંદર પકિસ્તાને 3 વિકેટ ગુમાવી દીધી. ન્યુઝિલેન્ડ તરફખી સાઉથીએ 2 વિકેટ લીધી હતી તો બાકીના બોલરોએ એક-એક વિકેટ લીઘી હતી પાકિસ્તાનનો 20 ઓવરના અંતે સ્કોર 179 રન 7 વિકેટે સમિત રહ્યો

 


Related Posts

Load more