નાઈટ ક્લબમાં આગ લાગતાં 51 લોકો જીવતા ભૂંજાયા, ઉત્તર મેસેડોનિયામાં મોટી દુર્ઘટના

By: nationgujarat
16 Mar, 2025

દક્ષિણ યુરોપના મધ્ય બાલ્કન ટાપુ પર આવેલા ઉત્તર મેસેડોનિયાના કોસાણીમાં એક લોકપ્રિય પલ્સ નાઈટ ક્લબમાં ભયંકર આગની ઘટના બની હતી. આ દુર્ઘટનામાં ઓછામાં 51 લોકો માર્યા ગયાની આશંકા છે. આ નાઈટ ક્લબ રાજધાની સ્કોપ્જેથી લગભગ 100 કિ.મી. દૂર પૂર્વમાં આવેલી છે.

આગની ઘટના રવિવારે સવારે બની હતી જ્યારે પ્રસિદ્ધ હિપ હોપ કપલ એડીએન લાઈવ પરફોર્મન્સ આપી રહ્યું હતું. તેનું પરફોર્મન્સ જોવા માટે લગભગ 1500 લોકોની ભીડ એકઠી થઈ હતી. આગે સમગ્ર ક્લબને ભરડામાં લીધુ હતું. એવું મનાય છે કે આગ પાયરો ટેક્નિક ઈફેક્ટને કારણે લાગી હશે. જેનો ઉપયોગ આતશબાજી કરવા માટે થાય છે. તેમાંથી જ્વાળાઓ નીકળે છે.

સોશિયલ મીડિયા પર વાઈરલ વીડિયોમાં નાઈટ ક્લબને આગની જ્વાળાઓમાં ઘેરાયેલી જોઈ શકાય છે. જોકે રાતના સમયે પણ ધૂમાડાના ગોટેગોટા આકાશમાં દેખાઈ રહ્યા હતા. આ દુર્ઘટનામાં 50 થી વધુ લોકો મૃત્યુ પામી ચૂક્યાની માહિતી છે જ્યારે ઘાયલોનો આંકડો પણ મોટો છે. જોકે હજુ સુધી મોતનો સાચો આંકડો સામે આવી શક્યો નથી.

 

 


Related Posts

Load more