વરસાદે ખોલ્યું પાકિસ્તાનનું નસીબ, DLS નિયમથી ન્યુઝીલેન્ડ સામે જીત

By: nationgujarat
04 Nov, 2023

ICC ODI વર્લ્ડ કપ 2023માં પાકિસ્તાન ક્રિકેટ ટીમના નસીબે ફરી વળાંક લીધો છે. ન્યૂઝીલેન્ડ સામેની મેચમાં પાકિસ્તાનની ટીમે DLS નિયમના આધારે 21 રને જીત મેળવી . આ જીત સાથે પાકિસ્તાની ટીમે ફરી એકવાર સેમીફાઈનલની આશા જીવંત રાખી છે. મેચમાં પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ન્યુઝીલેન્ડની ટીમે 402 રનનો ટાર્ગેટ આપ્યો હતો, પરંતુ વરસાદે ન્યુઝીલેન્ડની જીતની આશા પર પાણી ફેરવી નાખ્યું છે.

વરસાદથી પ્રભાવિત વર્લ્ડ કપ મેચમાં પાકિસ્તાને ડકવર્થ-લુઈસ પદ્ધતિ હેઠળ ન્યૂઝીલેન્ડને 21 રનથી હરાવ્યું છે. શનિવારે આ જીત સાથે પાકિસ્તાનની ટીમ પોઈન્ટ ટેબલમાં પાંચમાં સ્થાને આવી ગઈ છે અને સેમિફાઈનલની રેસમાં યથાવત છે. ફખર ઝમાને 81 બોલમાં અણનમ 126 રન અને કેપ્ટન બાબર આઝમે 63 બોલમાં અણનમ 66 રન બનાવ્યા હતા.

બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ટોસ હાર્યા બાદ બેટિંગ કરવા આવેલી ન્યૂઝીલેન્ડે 50 ઓવરમાં 6 વિકેટે 401 રન બનાવ્યા હતા. જવાબમાં પાકિસ્તાને 21.3 ઓવરમાં એક વિકેટે 160 રન બનાવ્યા હતા, ત્યારપછી વરસાદ આવ્યો અને 41 ઓવરમાં 342 રનનો રિવાઇઝ્ડ ટાર્ગેટ આપવામાં આવ્યો હતો. અહીં પાકિસ્તાની ટીમને 19.3 ઓવરમાં 182 રન બનાવવા પડ્યા હતા. જ્યારે રમત ફરી શરૂ થઈ ત્યારે પાકિસ્તાને આગામી 3.3 ઓવરમાં 40 રન બનાવ્યા હતા. 25.3 ઓવર પછી રમત ફરી બંધ થઈ ત્યારે પાકિસ્તાને એક વિકેટે 200 રન બનાવ્યા હતા. આ પછી સ્પર્ધા થઈ શકી નહીં.

પાકિસ્તાનની સેમિફાઈનલમાં પહોંચવાની આશા જીવંત, સાઉથ આફ્રિકા ટોપ-4માં
ડકવર્થ-લુઈસ પદ્ધતિનો ઉપયોગ કરીને ન્યૂઝીલેન્ડ સામેની જીત બાદ પાકિસ્તાનના 8 પોઈન્ટ છે. ટીમ પોઈન્ટ ટેબલમાં પાંચમા સ્થાને પહોંચી ગઈ છે, જ્યારે ન્યૂઝીલેન્ડ એટલા જ પોઈન્ટ સાથે ચોથા સ્થાને છે કારણ કે તેનો રન રેટ સારો છે. પાકિસ્તાન હવે ઇંગ્લેન્ડ સામે એક મેચ બાકી છે, જો તે જીતશે તો ટીમને 10 પોઈન્ટ મળશે. બીજી તરફ જો ન્યૂઝીલેન્ડ તેની છેલ્લી મેચ શ્રીલંકા સામે હારી જશે તો પાકિસ્તાન ચોથા સ્થાને રહીને નોકઆઉટ સ્ટેજ માટે ક્વોલિફાય થઈ જશે.

જો ન્યૂઝીલેન્ડ શ્રીલંકા સામેની છેલ્લી મેચ જીતી જાય છે, તો પાકિસ્તાને ઇંગ્લેન્ડ સામેની મેચ મોટા અંતરથી જીતવી પડશે, જેથી ટીમનો રન રેટ ન્યૂઝીલેન્ડ કરતા સારો થઈ શકે, કારણ કે આ સ્થિતિમાં બંને ટીમ પાસે 10-10 દરેકને પોઈન્ટ મળશે અને વધુ સારો રન રેટ રાખવો પડશે. માત્ર વિજેતા ટીમ જ સેમિફાઈનલ માટે ક્વોલિફાય થશે.

બીજી તરફ આ પરિણામ સાથે સાઉથ આફ્રિકાની ટીમ સેમિફાઈનલમાં પ્રવેશી ગઈ છે. આફ્રિકા ટોપ-4માં સ્થાન મેળવનારી બીજી ટીમ બની ગઈ છે.

ફખર-બાબરની જોડીએ ઇનિંગને સંભાળી, પાવરપ્લેમાં પાકિસ્તાન 75/1
402 રનના ટાર્ગેટને ચેઝ કરવા આવેલી પાકિસ્તાની ટીમે બીજી જ ઓવરમાં અબ્દુલ્લા શફીકની વિકેટ ગુમાવી દીધી હતી. શફીકે ટ્રેન્ટ બોલ્ટના બોલ પર ચોગ્ગો ફટકાર્યા બાદ તે ટિમ સાઉથીના બોલ પર કેપ્ટન કેન વિલિયમસનના હાથે કેચ આઉટ થયો હતો.

ટીમના 6 રનના સ્કોર પર પ્રથમ વિકેટ ગુમાવ્યા બાદ ફખર ઝમાન અને બાબર આઝમની જોડીએ પાકિસ્તાનને સંભાળી લીધું હતું. બંનેએ 10 ઓવરમાં ટીમનો સ્કોર 75 રન સુધી પહોંચાડ્યો હતો. ટીમે પ્રથમ 10 ઓવરમાં એક વિકેટ ગુમાવીને 75 રન બનાવ્યા હતા.

વર્લ્ડ કપમાં પોતાનો સૌથી મોટો સ્કોર બનાવ્યો, રચીન રવીન્દ્રની સદી
બેંગલુરુમાં, ટીમે ટોસ હારીને પ્રથમ બેટિંગ કરી અને 50 ઓવરમાં 6 વિકેટે 401 રન બનાવ્યા. આ વર્લ્ડ કપમાં ન્યૂઝીલેન્ડનો સૌથી મોટો સ્કોર છે. આ ટુર્નામેન્ટની વર્તમાન સિઝનમાં બીજી વખત 400+નો સ્કોર બન્યો છે. પ્રથમ વખત દક્ષિણ આફ્રિકાએ શ્રીલંકા સામે 428 રન બનાવ્યા હતા.

એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રચિન રવીન્દ્રએ 108 રનની સદીની ઇનિંગ રમી હતી. ઈજામાંથી પરત ફરતો કેપ્ટન કેન વિલિયમસન 95 રન બનાવીને આઉટ થયો હતો. પાકિસ્તાન તરફથી મોહમ્મદ વસીમ જુનિયરે 3 વિકેટ લીધી હતી.

રચીન રવીન્દ્રની વધુ એક સદી
રચિન રવિન્દ્રએ 94 બોલમાં 108 રનની ઇનિંગ રમી હતી. તેને મોહમ્મદ વસીમે આઉટ કર્યો હતો. રચિનની વર્લ્ડ કપ અને વનડે- કારકિર્દી બંનેમાં આ ત્રીજી સદી છે.

Related Posts

Load more