Navratri2023 – બીજા દિવસે- “જયશ્રી રામ જયશ્રી રામ” ના નાંદથી ગુંજ્યુ અમદાવાનો ગરોબો

By: nationgujarat
17 Oct, 2023

નવરાત્રીના બીજા દિવસે ખેલૈયાઓની રમઝટ  બોલાવી . અમદાવાદમાં દરેક સોસાયટી,શેરીઓ અને પાર્ટી પ્લોટમાં ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે અમદાવાદના રિવરફ્રન્ટ પર Zaira Daimond Present અને રાઘે ઇવેન્ટસ દ્વારા Amdavadનો ગરબો ઇવેન્ટસનું આયોજન કરવામાં આવ્યું છે. ખેલૈયાઓ માટે ખૂબ જ લોકપ્રિય ઇવેન્ટ છે અમદાવાદનો ગરબો. અમદાવાદના ગરબામાં રોજ જાણીતા ગાયક કલાકાર ખેલૈયાને ગરબે ઝુલાવે તેનું આયોજન કરવામાં આવ્યું છે. 16 તારીખે કાજલ પ્રજાપતિએ ખેલૈયાઓને મન મુકીને ગરબે ઝુલાવ્યા. ગરબામાં અંદાજે 3 હજાર ખેલૈયાઓથી ખીચોખીચ ગ્રાઉન્ટ ભરાયુ હતું. અંદાજે 10.30 વાગ્યેતો આયોજકો દ્વારા એન્ટ્રી બંધ કરવી પડે તેવી સ્થિતિ નિર્માણ થઇ હતી.

ભારત કા બચ્ચા બચ્ચા જયશ્રી રામ બોલેગા

ગાયક કલાકાર કાજલ પ્રજાપતિએ અવનવા ગીતોની વણસાર કરી ખેલૈયાઓને માતાજીની આરાધાનમાં લીન કરી દીધા હતા અને ગરબાના એક કલાક બાકી હતો ત્યારે ગાયક કલાકાર કાજલબેને ભારત કા બચ્ચા બચ્યા જય શ્રી રામ બોલેગાના ગીત પર ખેલૈયાઓમને હિંડોળે ઝુલાવ્યા તો ખેલૈયાઓએ પણ જય શ્રી રામના નાંદ સાથે ગ્રાઉન્ડ ગુંજવ્યું હતું. ઇવેન્ટમાં ફકત ટ્રેડિશનલ ડ્રેસ સાથે ગ્રાઉન્ડમાં પ્રવેશ આપતા હોવાથી રંગબે રંગી ડ્રેડિશનલ પહેરવેશથી ગ્રાઉન્ડ ઝગમગ્યુ હતું. તો આયોજક વિશાલ જાદવ દ્વારા ખેલૈયાઓને પ્રોત્સાહિત કરવા દરેક દિવસે બમ્પર ઇનામની પણ વ્યવસ્થા કરી છે.

સ્વંયમ ગરબા ગ્રુપના સભ્યો દ્વારા અમદાવાદના ગરબામાં અવનવા સ્ટેપ્સ સાથે લોકોનું દિલ જીતી લીધુ હતું. ગ્રુપમાં અંદાજે 25 નાના-મોટા સભ્યો છે કે જેમાં કોઇ વિદ્યાર્થી છે તો કોઇ નોકરી કરે છે પણ ગરબા દરેક સભ્ય ડ્રેડિશનલ પહેરવેશ સાથે અવનવા સ્ટેપ્સ સાથે ગરબા રમી સૌને આકર્ષિત કરે છે. સ્વયંમ ગરબા ગ્રુપ 9 દિવસ અમદાવાદનો ગરબામાં દર વર્ષે ગરબા રમવા આવે છે ગ્રુપના સભ્ય મીતાલીનું કહેવું છે કે ગરબા રમવાની મજા તો ફકત અમદાવાનો ગરબામાં આવે છે કેમ કે અંહી સાઉન્ડ સિસ્ટમથી સારી છે અને જગ્યા સૌ સભ્યોને નજીક પણ પડે છે એટલે દર વર્ષે ગ્રુપ સાથે તેઓ અંહી જ ગરબા રમવા આવે છે.

તમે પણ તમારા પાસ ઓનલાઇન Book My Show માંથી બુક કરાવી શકો છે.

 


Related Posts