Navratri 2023 – છઠ્ઠા નોરતે રાષ્ટ્રભકતિનાં રંગે રંગાયું Amdavadનો ગરબો

By: nationgujarat
21 Oct, 2023

નવલી નવરાત્રીને પુર્ણ થવામાં હવે 3 દિવસ બાકી રહ્યા છે ત્યારે ગુજરાતીઓ ગરબે ઘુમવા માટે પાર્ટી પ્લોટ અને ફેલટ તેમજ શેરીઓમાં મોટી સંખ્યામાં ઉપસ્થિતિ રહ્યા હતા. ગઇકાલે છઠ્ઠા નરોતે અમદાદવાના રિવર ફ્રન્ટ ખાતે રાઘે ઇવેન્ટસ  અને ઝાયરા ડાયમંડ દ્વારા આયોજીત અમદાવાદવાદનો ગરબોમાં ખેલૈયાઓ મન મૂકીને હિલોળે ચડયા હતા. ગાયક કલાકાર રૂપાબેન દવેએ ખેલૈયાઓને ગરબે રમાડયાય.

ખેલૈયાઓનો રાષ્ટ્ર પ્રમ

અમદાવાદનો ગરબોના છઠ્ઠા દિવસે મેદાનમાં ખેલૈયાઓનો  રાષ્ટ્ પ્રેમ પણ દેખાયો . ખેલૈયાઓ તિરંગા સાથે મેદાનમાં વંદે માત્રમના નાંદ સાથે ગરબે ઘૂમ્યા તો ઘણા ખેલૈયાઓ  શ્રી રામના તિરંગા સાથે ગરબે રમ્યા હતા તો એક ખેલૈયાએ તો શંકરભગવાનના પહેરવેશ સાથે ગરબા રમી સૌનુ ધ્યાન ખેચ્યુ હતું. ગરબામાં પારંપરીક ગરબાના ગીતો પર ગરબે ધુમ્યા પછી ગરબામાં ઉપસ્થિત સૌ કોઇએ વંદે ભારત સહિત દેશ ભકતિના ગીતો પર ગરબે રમી  રાષ્ટ્ર પ્રેમ પણ દર્શાવ્યો હતો. સાડા દસ વાગ્યા પછી ગરબા જોવા આવતા લોકોની સંખ્યા વધી જતા આયોજકોએ એન્ટ્રી પણ બંધ કરવી પડી હતી. ગરબામાં કેટલાય લોકોની વાહનોની  ચાવી ખોવાઇ જવાના કિસ્સા પણ જોવા મળ્યા હતા જો કે ગરબા આયોજકો દ્વારા જાહેરતા કરવામાં આવ્યા પછી ઘણાને ચાવી પાછી મળી પણ હતી.

ફિલ્મી કલાકારોનો પણ જાહેરાતની તક ન ગુમાવી

અમદાવાદના ગરબાના મોટી સંખ્યા જોઇ ખેલૈયાઓની ફિલ્મી કલાકારો પોતાની ફિલ્મ જોવા જવા વિનંતી પણ કરવા આવ્યા હતા. ફિલ્મી કલાકારોએ પણ ગરબા રમી તેમની ફિલ્મનું પ્રમોશન કર્યુ.

આજે અમદાવાદનો ગરબામાં ગાયક કલાકાર સોનુબેન ચારણ આવવાનો હોવાશી ખેલૈયાઓની સંખ્યા ચોક્કસ વધવાની છે તો તમે પણ આજે જ તમારી ટીકિટ બુક માય શો માથી બુક કરવાની પહોંચી જ્જો સાનુબેનને સાથે ગરબે રમવા.


Related Posts