“માં તું ચૌદ ભુવન માં રેતી”….દાંડિયા ધમાલ 2023 માં ખેલૈયાઓનો થનગનાટ જોવા મળ્યો

By: nationgujarat
16 Oct, 2023

નોંધ – આ સ્ટોરી જો ડેઇલ હન્ટ એપ પર પુરી વાંચવા ન મળે તો અમારી વેબસાઇટ nationgujarat.com પરથી વાંચવા વિનંતી.

અમદાવાદમાં વૈષ્ણવદેવી વિસ્તારમાં આવેલ ઉમિયા ફાર્મમાં આયોજિત” Ahmedabad FilmCitty Dandiya Dhamal2023″માં પહેલા દિવસે ખેલૈયાઓનો ઉત્સાત જોવા મળ્યો હતો. આખુ ગ્રાઉન્ડ ખેલૈયાઓથી ખચોખચ જોવા મળ્યુ હતું. ગાયકકલાકારોએ ખેલૈયાઓને વિવિધ ગરબાના ગીતો પર ગરબે ધુમાવ્યા હતા. “માં તું ચૌદ ભુવન માં રેતી” ના ગરબામાં  ખેલૈયાઓએ ગ્રાઉન્ડ પર ઘૂમ મચાવી હતી. ગરબામાં નાના ભુલકાઓ પણ ડ્રેડિશનલ ડ્રેસમાં આવ્યા હતા અને તેમણે પણ મોટેરાઓની સાથે ગરબે ઘુમી માતાની આરાઘના કરત જોવા મળ્યા.પહેલા દિવસે ગરબાના શોખિન ખેલૈયાઓ મોટી સંખ્યામાં પરિવારજનો અને મિત્રો સાથે ભાગ લીધો હતો.

રવિવાાર હોવાથી ખેલૈયાઓની સંખ્યા વધી

અમદાવાદના જાણીતા ગરબા ઇવેન્ટ અમદાવાદ ફિલ્મ સીટી દાંડિયા ધમાલમાં ખેલૈયાઓ રંગબેરંગી ચણીયા-ચોળી, કેડિય-ધોતિયા સહિતના ટ્રેડિશનલ પહેરવેશમાં ગરબે રમવા આવ્યા હતા. આમ તો પહેલા દિવસે પાર્ટી પ્લોટમાં ખેલૈયાઓની સંખ્યા ઓછી જોવા મળે પરંતુ રવિવાર હોવાથી અને ઇવેન્ટના આયોજકો દ્વારા ખેલૈયાઓને કોઇ તકલીફ ન રહે તે પ્રકારનું આયોજન કર્યુ હોવાથી પહેલાજ દિવસે સંખ્યા વધુ જોવા મળી હતી.

આરભરાસ ગરબાના ગ્રુપે ઇવેન્ટમાં સૌનું ધ્યાન ખેચ્યું

ગરબા ઇવેન્ટના પહેલા જ દિવસે આરભરાસ ગરબાના ગ્રુપમાં નાની-મોટી ઉંરના ખેલૈયાઓ સાથે મળી વિવિધ સ્ટેપ્સ પ્રમાણે ગરબા ગાય સૌનું ધ્યાન ખેચ્યું હતું. ગ્રુપમાં નાની દિકરીઓ થી લઇ મોટેરા સુધી તમામ ગ્રુપના સભ્યોએ ટ્રેડિશનલ પહેરવેશમાં આવ્યા હતા અને જે રીતે ગરબાના અવનવા સ્ટેપ્સથી સૌનું મન મોહી લીધું હતું. ખાસ કરીને ગ્રુપમાં 7 જેટલી નાની દિકરીઓએ પણ જે રીતે ગરબે ધુમ્યા તેમણે તો સૌનું ધ્યાન ખેચ્યુ હતું.

આયોજકોએ કરી છે તમામ વ્યવસ્થા.

આ ઇવેન્ટને Siddhi Vinayak Events & Holidays  તેમજ  M Zone World Event અને yorami  દ્વારા  આયોજન કરવામાં આવ્યું છે. વિશાળ પાર્કિગ સુવિધો, તો સારા ફુડ અને કોલ્ડ્રિકસની પણ ત્યા વ્યવસ્થા કરવમાં આવી છે. વિશાળ ગ્રાઉન્ડ અને સાઉન્ડ સિસ્ટમ સારી હોવાથી ખેલૈયાઓ બાકીના દિવસે પણ ધૂમ મચાવશે .ગરબાની રિલ્સ જોવા માટે Nationgujarat ની Youtube ચેનલપર જોઇ શકશો

 

 


Related Posts

Load more