નવરાત્રિમાં સૌથી મોટો ફાયદો ઓટોમોબાઇલ ઇન્ડસ્ટ્રીને,કાર અને બાઇકનું થયુ મોટા પાયે વેચાણ

By: nationgujarat
25 Oct, 2023

Ahmedabad Automobile Selling: નવરાત્રિના તહેવારો પુરા થઇ ગયા છે, આ નવરાત્રિમાં સૌથી મોટો ફાયદો ઓટોમોબાઇલ ઇન્ડસ્ટ્રીને થયો છે, આ વખતે દર વર્ષની સરખામણીમાં વાહનોનું વેચાણ એવરેજ વધ્યુ છે. અમદાવાદ, સુરત, રાજકોટ અને અન્ય શહેરોમાં નવરાત્રિ દરમિયાન ટૂ વ્હીલર અને ફૉર વ્હીલરનું ધૂમ વેચાણ થયુ છે, સૌથી વધુ વાહનો દશેરાના દિવસે વેચાયા હોવાનું પણ સામે આવ્યુ છે.

હાલમાં જ મળતી માહિતી પ્રમાણે, આ નવરાત્રિ ઓટોમોબાઇલ ઇન્ડસ્ટ્રીને ફળી છે, અને અમદાવાદમાં વ્હીકલોનું ધૂમ વેચાણ થયુ છે. અમદાવાદમાં આ નવરાત્રિ દરમિયાન 19 હજાર કારોનું વેચાણ થયુ છે, અને 85 હજાર જેટલા બાઇક માર્કેટમાં વેચાયા છે. આમાં પણ અમદાવાદમાં દશેરાના તહેવાર નિમિત્તે એક જ દિવસમાં 2400 કારો અને 6000 બાઇકનું જબરદસ્ત રીતે વેચાણ થયુ છે. આથી કહી શકાય છે કે આ નવરાત્રિ ઓટોમોબાઇલ ઇન્ડસ્ટ્રીને ખુબ ફળી છે.

2030 સુધી દુનિયાની ત્રીજી સૌથી મોટી ઇન્ડસ્ટ્રીઝ બની જશે ભારતીય ઓટોમોટિવ ઉદ્યોગ,

સરકારે સોમવારે માહિતી આપી હતી કે 2030 સુધીમાં ભારતીય ઓટોમોટિવ ઉદ્યોગ વિશ્વમાં ત્રીજા સ્થાને પહોંચવા તરફ આગળ વધી રહ્યો છે. ઓટોમોબાઈલ અને ઓટો કમ્પોનન્ટ્સ માટે 25,938 કરોડ રૂપિયાની PLI જેવી વિવિધ યોજનાઓ આ ક્ષેત્રના વિકાસને સમર્થન આપી રહી છે. હેવી ઈન્ડસ્ટ્રીઝ મંત્રાલય (MHI) મંગળવારે પ્રોડક્શન લિંક્ડ ઈન્સેન્ટિવ-ઓટો સ્કીમના પ્રદર્શનની સમીક્ષા કરવા માટે એક કોન્ફરન્સનું આયોજન કરી રહ્યું છે. હેવી ઈન્ડસ્ટ્રીઝ મંત્રાલયના મંત્રી મહેન્દ્ર નાથ પાંડે આ બેઠકની અધ્યક્ષતા કરશે. મંત્રાલયે કહ્યું હતું કે  “MHI ઓટોમોટિવ ઉદ્યોગના PLI-ઓટો અરજદારોને યોજનાના મહત્વના હિસ્સેદારોમાંના એક માને છે.” આ આયોજનમાં આ યોજના દ્વારા ઉપલબ્ધ તકોને સમજવા પર ધ્યાન કેન્દ્રિત કરશે.

ત્રીજો સૌથી મોટો ઓટોમોટિવ ઉદ્યોગ હશે

એક સત્તાવાર નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, MHI ઓટોમોટિવ ઉદ્યોગના PLI-ઓટો અરજદારોને મહત્વપૂર્ણ હિતધારકોમાંના એક માને છે. બેઠકમાં જે સ્ટેકહોલ્ડર્સ હાજર રહેશે તેવી ધારણા છે તેમાં પીએલઆઇ-ઓટો એપ્લીકન્ટ, ટેસ્ટિંગ એજન્સીઓ વગેરેનો સમાવેશ થાય છે, જેઓ તેમના જ્ઞાન અને અનુભવને શેર કરશે અને તેમની સામે આવતા પડકારોનું સમાધાન કરશે. આ યોજનાઓની વ્યાપક અસરથી ઓટોમોટિવ ઉદ્યોગનો વિકાસ થશે. એવો અંદાજ છે કે ભારતીય ઓટોમોટિવ ઉદ્યોગ 2030 સુધીમાં વિશ્વમાં ત્રીજો સૌથી મોટો હશે.

ઓટોમોટિવ ઉદ્યોગને ડબલ કરવાનું લક્ષ્યાંક છે


Related Posts

Load more