Navratri 2023 – અમદાવાદના રિવરફ્રન્ટ પર “Amdavadનો ગરબો”માં ખેલૈયાનો થનગાનટ જોવા મળશે

By: nationgujarat
13 Oct, 2023

ગુજરાતીઓ માટે સૌથી વધારે રાહ જોવાતો તહેવાર નવરાત્રી આંગણે આવીને ઊભો છે, 15 ઓક્ટૉબરથી સમગ્ર ગુજરાતમાં નવરાત્રીની ધૂમ મચશે. હવે તો ગુજરાત બહાર પણ નવરાત્રીના નવ દિવસ ઉજવાય છે અને લોકો ગરબે ઘૂમે છે. વિદેશમાં ગરબાનું આયોજન યોજાઇ ગયુ છે ત્યારે હવે ભારતમાં નવરાત્રી શરૂ થાય છે  ગરબાનો મહોત્સવ હોય અને લોકો ગરબે ન ઘૂમે તેમ બને જ નહી. આ વખતે પણ ખેલૈયાઓને તેમના મનપસંદ ગાયકકલાકાક સાથે ગરબે ઘૂમવા વિવિધ પાર્ટી પ્લોટે તૈયારીઓ કરી દીધી છે

અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે દર વર્ષે યોજાતા અમદાવાદનો ગરબા આ વખતે પણ ખેલૈયાઓ ને આનંદ કરાવવા તમામ તૈયારીઓ પુરી કરી છે.  રાધે એન્ટરટેનમેન્ટ ના વિશાલ જાદવ અને તેમની ટીમ દ્વારા આ વખતે ખેલૈયાઓ માટે આયોજનને આખરી ઓપ દીધો છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ખેલૈયાઓ માટે સારા ગાયકકલાકોર સાથે ફિલ્મ ઇન્ડસ્ટ્રીની હસ્તીઓ સાથે રાજકીય નેતાઓ પણ અમદાવાદનો ગરબોમાં ઉપસ્થિત રહી ખેલૈયાઓને પ્રોત્સાહીત કરશે, સારા ખેલૈયાઓ જે સતત 9 દિવસ રમી સારુ પરફોર્મન્સ કરશે તેમને ઇનામ પણ આપવાના છે તો તમે પણ Amdavadનો ગરબોના પાસ લઇ તમારા મિત્રો અને પરિવાર સાથે નવરાત્રીને ખાસ બનાવી દો પાસ તમને ઓનલાઇન BOOK MY SHOW માંથી પણ મળી રહેશે. રિવરફ્રન્ટ જેવા વિસ્તારમાં આ ઇવેન્ટમાં જવા પાસની કિમત પણ ખૂબ જ સામન્ય રાખવામાં આવી છે જેથી તમામ લોકો ઇવેન્ટમાં આવી આનંદ માળી શકે તો ઇવેન્ટમાં ખેલૈયાઓ માટે ફુડ કોર્ટની પણ વ્યવસ્થા છે ગરબે ઘૂમી ફૂડનો પણ આનંદ માળી શકશો.

Amdavadનો ગરબો ખેલૈયાઓ માટે ફેવરીટ જગ્યા છે.

ગરબા આયોજકો દ્વારા દર વર્ષે ખેલૈયાઓ પ્રોત્સાહિત કરવા ગીફટ તેમજ ગરબાના સારા કલાકારોને બોલાવવામાં આવે છે.  18 ઓક્ટોબરે અભિનેત્રી ઉર્વશી સોલંકી પણ ખાસ ઉપસ્થિતિ રહી ખેલૈયાઓ સાથે ગરબે રમવાના છે.  તો સારા ગાયકકાલાકરો કે જેઓ ખેલૈયાઓને મનમુકીને ગરબે ઝુલાવશે  તો તેમની યાદી પણ જોઇલો તમારા ફેવરીટ ગાયકકલાકાર કઇ તારિખે આવવાના છે.


Related Posts

Load more