Navratri – ચોથા નોરતે Ahmadabad Film city Dandiya Dhamal માં જય અંબેના નાંદથી ખેલૈયાઓની રમઝટ

By: nationgujarat
19 Oct, 2023

આજે પાચમું નોરતું છે, ત્યારે ગઈકાલે ચોથા નોરતે ગુજરાતમાં ખેલૈયાઓ અસલી નવરાત્રિના રંગમાં રંગાયા હોય તેમ ગરબાની રમઝટ બોલાવી હતી. ખેલૈયાઓના અવનવા સ્ટેપ રમી ગરબે ઘુુમ્યા. પાર્ટી પ્લોટ, ક્લબમાં રંગબેરંગી રોશનીમાં નવરાત્રિનો માહોલ જામ્યો હોય તેવો નજારો જોવા મળ્યો હતો. અમદાવાદના જણીતા ગરબા ઇવેન્ટ Ahmedabad Filmcity Dandiya Dhamal 2023માં પણ ખેલૈયાઓએ ટ્રેડિશનલ પહેરવેશ પહેરી મિત્રો અને પરિવાર સાથે ગરબે ઘુમ્યા હતા. ગઇકાલે ચોથા નોરતામાં ગાયક કલાકાક અંકિતાબેન શાહ અને તેમની ટીમે ખેલૈયાઓને ટ્રેન્ડિગ ગરબા ગીત પર ઘરમે ઘુમાવ્યા.

 ખેલૈયાઓથી ખીચો ખીચ ભરાયુ હતું ગ્રાઉન્ડ.

આમ તો શરૂઆતના 2 દિવસ ખેલૈયાઓની હાજરી પાંખી દેખાતી હોય તેવો માહોલ હોય પણ આ વખતે દાંડિયા ધમાલ 2023માં પહેલા જ દિવસથી ખેલૈયાઓનો ઉત્સાહ જોવા મળ્યો છે. ચોથા નોરતે મેદાન ખેલૈયાઓથી ખીચો ખીચ ભરાયુ હતું. ગ્રાઉન્ડમાં રંગબેરંગી ટ્રેડિશનલ પહેરવેથી ખેલૈયાઓએ ગરબાના ગીતે હિલોળે ચડયા હતા. ગાયક કલાકાર અંકિતાબેન દ્વારા ગરબાના ગીત સાથે મેદાનમાં ઉપસ્થિત સૌને બોલ મારી અંબે જય જય અંબેની ધુન કરવી તો હાલ મોસ્ટ ડ્રેન્ડિંગ એવું ગીત ભારત કા બચ્ચા બચ્ચા જય શ્રી રામ બેલેગાના ગીત પર તો જાણે ખેલૈયાઓ ભાર રમઝટ બોલાવી હતી.રાત્રીના 10 થી 11 ના સમયે ખેલૈયાઓનો એટલો ઉત્સાહ જોવા મળ્યો કે ગ્રાઉન્ટ ફુલ થઇ ગયું હતું.

 

રણકાર ગરબા ગ્રુપના ખેલૈયાઓ ની રમઝટ

દાંડિયા ધમલા ગરબા ઇવેન્ટમાં ખેલૈયાઓ મોટી સંખ્યામાં તેમના ગ્રુપ સાથે આવ્યા હતા જેમા સૌનું ધ્યાન આકર્ષિત કર્યુ હોય તો તે રણકાર ગ્રુપે કર્યુ. રણકાર ગ્રુપ ગરબાના જુદા જુદા ગરબા ગીત પર અવનવા સ્ટેપ્સ કરી સૌનુ  મન મોહી લીધુ હતું .ગ્રુપના ખેલૈયા નિર્મીતે જણાવ્યું કે અમારુ 30 ખેલૈયાઓનું ગ્રુપ છે જે દર વર્ષે સાથે જઇએ છીએ અને દરેક સભ્ય ટ્રેડિશનલ ડ્રેસમાં ગરબે રમીએ છીએ. ગ્રપમાં નાના નાના ભુલકાઓ પણ છે તે ટ્રેડિશનલ ડ્રેસમાં છત્રી અને ચશ્મા સાથે ગરબે ઘુમી સૌનું ધ્યાન ખેચ્યુ હતું.

 

ઇવેન્ટના આયજકોએ ખેલૈયાઓ માટે કરી છે સારી વ્યવસ્થા.

આ ઇવેન્ટને Siddhi Vinayak Events & Holidays  તેમજ  M Zone World Event અને yorami  દ્વારા  આયોજન કરવામાં આવ્યું છે. વિશાળ પાર્કિગ સુવિધો, તો સારા ફુડ અને કોલ્ડ્રિકસની પણ ત્યા વ્યવસ્થા કરવામાં આવી છે. ખેલૈયાઓ ને નવે નવ દિવસ મોજ પડે તે માટે રોજ નવા નવા ગાયક કલાકાર પણ આવવાના છે તો સાથે જે ખેલૈયાઓ ખૂબ જ સારા ગરબા રમશે તેમને આયોજકો પ્રોત્સાહિત પણ કરશે. નવે નવ દિવસ આોજકો  સારા ગરબા રમતા ખેલૈયાઓ ને ગીફટ આપવાના છે  તો આ વખતની નવરાત્રી તમારા પરિવાર જનો કે ગ્રુપ સાથે જવા  તમારા પાસ ઓનલાઇ BOOK  MY SHOW માથી બુક કરાવી  ગરબા રમવો ચોક્કસ રમવા જજો.

 


Related Posts

Load more