Navratri -શારદીય નવરાત્રી ક્યારે છે? આ વખતે માં દુર્ગા કયા વાહન પર આવશે?

By: nationgujarat
21 Sep, 2023

Navratri : 15 ઓક્ટોબર 2023 થી 24 ઓક્ટોબર સુધી શારદીય નવરાત્રિ દરમિયાન માતા ભગવતીના દરબારને શણગારવામાં આવશે. દરેક વખતે માતાના આગમન અને પ્રસ્થાનનું વાહન અલગ-અલગ હોય છે જે અનેક સંકેતો આપે છે.પંચાંગ અનુસાર, અશ્વિન મહિનાના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિ 14 ઓક્ટોબર 2023ના રોજ રાત્રે 11.24 વાગ્યે શરૂ થશે અને 16 ઓક્ટોબર 2023ના રોજ સવારે 12.03 વાગ્યે સમાપ્ત થશે.આ વખતે શારદીય નવરાત્રિમાં ઘટસ્થાપન માટેનું શુભ મુહૂર્ત 15 ઓક્ટોબરે સવારે 11.44 થી બપોરે 12.30 સુધી છે. ભક્તોને કલશ સ્થાપિત કરવા માટે 46 મિનિટનો સમય મળશે. આ દિવસે ચિત્રા નક્ષત્રનો સંયોગ છે.વર્ષ 2023માં શારદીય નવરાત્રિ દરમિયાન માં દુર્ગા સિંહ પર નહીં પરંતુ હાથી પર સવાર થઈને આવશે. જો સોમવારથી નવરાત્રિ શરૂ થાય છે તો મા દુર્ગાનું વાહન હાથી છે. તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. તે ખેતી માટે સારું માનવામાં આવે છે. વ્રત કરનારને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે.

દુર્ગા સપ્તશતીના વર્ણન અનુસાર, દેવી દુર્ગાના પ્રસ્થાનનું વાહન, કુકડો કુદરતી આફતોનું પ્રતીક છે. નિષ્ણાતોના મતે, આનો અર્થ એ છે કે આપણે વર્તમાનમાંથી જ ભવિષ્યની કટોકટીઓ વિશે જાગૃત થવું જોઈએ.

Related Posts