એક અકેલા સબ પર ભારી પીએમનો આ શબ્દો સાચો પડયો – ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ

By: nationgujarat
03 Dec, 2023

ચાર રાજયના આજે પરિણામ આવ્યા છે જેમાં ભાજપની 3 રાજયમાં સરકાર બની ગઇ છે . 3 રાજયમાં સત્તા મળતાની  સાથે જ ગુજરાત ભાજપના કાર્યકર્તાઓમાં પણ ઉત્સાહ જોવા મળ્યો છે મંડળ અને જિલ્લામાં પણ કાર્યકર્તાઓએ કાર્યાલય ખાતે ઢોલ નગારા વાગાડયા અને મીઠાઇ તેમજ ગરબા રમી વિજયોત્સવ કર્યો તો ગુજરાત પ્રમુખ પાટીલે પણ આજે સુતર મજૂરા વિઘાનસભાના સ્નેહ મિલન કાર્યક્રમમાં વડાપ્રધાનનો શબ્દન યાદ કરાવ્યો અને કહ્યુ કે એક અકેલા સબ પર ભારી.

પાટીલે કહ્યુ કે, ચાર માંથી ત્રણ રાજયમાં ભાજપની સરકાર બની છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીસાહેબે રાજય સભામાં કહ્યુ હતું કે એક અકેલા સબ પર ભારી આ શબ્દો સાચા પડયા છે વિપક્ષોને ધૂળ ચાટતા કરી દીધા છે. આ વખતે આપણે ત્રીજી વખતે શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબને વડાપ્રઘાન બનાવવા જઇ રહ્યા છે. આ વખતે લોકસભાની બેઠક પાંચ લાખની લીડ સાથે જીતવાની છે તેનો સંકલ્પ કરવાનો છે અને તેને સાકાર કરવાની જવાબદારી કાર્યકર્તાઓની છે. ગુજરાતના કાર્યકર્તાઓ દેશના કાર્યકર્તાઓને દિશા આપતા હોય છે.

સુરત મહાનગરની 30 માળની બે બિલ્ડીંગ બનવા જઇ રહી છે, જેમાં અદ્યતન કાર પાર્કિગં સાથે અધ્યતન બિલ્ડીંગ બનવા જઇ રહ્યુ છે તે આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબની દેણ છે..દેશના વિકાસમાં ગરીબમાં ગરીબ વ્યકિત પણ ફાળો આપે તે માટે તેમને સક્ષમ કરવા ઘણી સરકારી યોજના જાહેર કરી છે. કેન્દ્ર સરકાર અને રાજય સરકારની યોજનાનો લાભ જરૂરીયાત મંદને મળે તે માટે ભાજપના કાર્યકર પ્રયાસ કરે. આવનાર લોકસભા ચૂંટણીમાં 26 માંથી 26 બેઠકની જીતની હેટ્રીક થવાની છે જ પણ દરેક બેઠક પાંચ લાખની લીડ સાથે જીતવાની છે સાથે ગુજરાત વિઘાનસભાના 52 હજાર બુથમાં લીડ મેળવવાની છે. આવો સાથે મળીને દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી ના હાથ મજબૂત કરવાની વિંનતી પણ કરી


Related Posts