શ્રી મુક્તજીવન સ્વામીબાપા સેવાશ્રમ ખાતે ફાયર સેફ્ટી અવેરનેસ કાર્યક્રમ યોજાયો

By: nationgujarat
09 Feb, 2024

ભોપાલ ફાયર નિગમના ઓફીસર સાજીદ ખાન દ્વારા આગ સલામતી અંગે લોકજાગૃતિ કાર્યક્રમ યોજાયો

મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાનમહોદધિ શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજના દર્શન અને આશીર્વાદ પ્રાપ્ત કરી ડો. સાજીદ ખાને ધન્યતા અનુભવી હતી. પરમ પૂજ્ય આચાર્ય સ્વામીજી મહારાજે તેઓશ્રીનું શાલ ઓઢાડી સ્વાગત કરી આશીર્વાદ આપ્યા હતા.

મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા સંચાલિત મુક્તજીવન ડીઝાસ્ટર મેનેજમેન્ટ એન્ડ રેસ્કયુ ટ્રેનિંગ એકેડમી – જ્ઞાનમહોદધિ આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજીની અનુજ્ઞાથી મહંત શ્રી ભગવત્પ્રિયદાસજી સ્વામી, શ્રી પ્રશાંતસ્વરૂપદાસજી સ્વામી, શ્રી ગુરુપ્રિયદાસજી સ્વામી તથા ભોપાલ નિગમના ફાયર ઓફિસર સાજીદખાનની ઉપસ્થિતિમાં ઇન્ટરનેશનલ હ્યુમન રીસોર્સ, કાઉન્સિલના બેનર હેઠળ ફાયર અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમ ઇન્ડિયા લીમકા બુક ઓફ એવોર્ડ વિજેતા ભોપાલ BMC ફાયર ઓફિસર સાજીદખાન પઠાણ દ્વારા આપવામાં આવી. જેમાં IHRDC નાં પ્રોજેકટર ડાયરેક્ટર સિવિલ ડિફેન્સના નાગપુર ટ્રેન્ડ ટ્રેઈનર ગજેન્દ્રસિંહ બિહોલા હાજર રહ્યા હતા. આ તાલીમનું આયોજન IHRDC ઇન્ડિયા અને સિવિલ ડિફેન્સના QRT ઇન્ચાર્જ બ્રિજેશ ભાઈ શાહ દ્વારા કરવામાં આવ્યું હતું.
ડો. સાજીદ ખાન જાણીતા ફાયર નિષ્ણાત છે. તેમણે દેશના વિવિધ રાજ્યોમાં જઈ આગ સલામતી અંગે લોકોને તાલીમ આપીને જાગૃત કરે છે. તેમની આ સામાજીક સેવાભાવના પરિણામ સ્વરુપ તેમને સન્માનિત કરવામાં આવ્યા છે.
આ આયોજનની અંદર મોટી સંખ્યામાં નિઃસ્વાર્થ સેવા કરનાર દેશપ્રેમી એવા નાગરિક સંરક્ષણ દળના અધિકારીઓ, વોર્ડનો તેમજ સ્થાનિક નાગરિકો જોડાયા હતા. આ તાલીમમાં અવનવી ફાયર રિલેટેડ બચાવ ટેકનિક તેમજ સાવચેતીના પગલાં લેતા શિખવાડ્યું હતું. આ ટ્રેનીંગમાં સાહેબે પ્રેકટીકલ ડેમો પણ કર્યો તેમજ તેમની દેખરેખ હેઠળ તાલીમમાં આવેલ સભ્યોને પણ ડેમો કરાવ્યો હતો. અને આ જ્ઞાનને હજારો લોકો સુઘી પહોચાડવાનો સંકલ્પ લેવડાવ્યો તેમજ અન્ય લોકોને પણ આ બાબતે માહિતગાર કરવાનો પ્રયત્ન કરવા આવાહન કર્યું હતું.


Related Posts