MPમાં મામાએ કમળ ખિલવી દીધુ વલણમાં ભાજપ 156, કોંગ્રેસ 71 બેઠકો પર આગળ;

By: nationgujarat
03 Dec, 2023

મધ્યપ્રદેશ વિધાનસભાની 230 બેઠકો માટે ચૂંટણીના 16 દિવસ બાદ રવિવારે સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થઈ ગઈ છે. શરૂઆતનાં વલણોમાં ભાજપ બહુમત તરફ છે. ભાજપ 156 અને કોંગ્રેસ 71 બેઠકો પર આગળ છે. 3 બેઠકો પર અન્ય આગળ છે.

ગોટેગાંવ (નરસિંહપુર)માં અપક્ષ ઉમેદવાર શેખર ચૌધરી 3000થી વધુ મતથી આગળ છે. ભાજપે તેમને પ્રથમ યાદીમાં ટિકિટ આપી હતી, બાદમાં તેના સ્થાને મહેન્દ્ર નાગેશને ઉમેદવાર બનાવવામાં આવ્યા હતા. તેમણે ભાજપ સામે બળવો કરીને ચૂંટણી લડી હતી.

શિવરાજ મજબૂત બહુમતી તરફ
બુધનીથી શિવરાજ સિંહ આગળ છે. તે જ સમયે, ભાજપ મજબૂત બહુમતી તરફ આગળ વધી રહ્યું છે અને કોંગ્રેસનો સફાયો થતો જોવા મળી રહ્યો છે. જો કે, આ હજુ પણ પ્રારંભિક વલણો છે. હજુ ગણતરીના ઘણા રાઉન્ડ બાકી છે. આવી સ્થિતિમાં, રમત ગમે ત્યારે બદલાઈ શકે છે.

નરોત્તમ મિશ્રા દતિયાથી પાછળ છે
વલણો અનુસાર, મધ્યપ્રદેશના વર્તમાન ગૃહ પ્રધાન નરોત્તમ મિશ્રા તેમની સીટ દતિયાથી એક હજારથી વધુ મતોથી પાછળ છે. આ બેઠક પર કોંગ્રેસના રાજેન્દ્ર ભારતી આગળ ચાલી રહ્યા છે.

CM શિવરાજનું ટ્વીટ- ફરી ભાજપ સરકાર
શરૂઆતનાં વલણોમાં ભાજપની લીડ બાદ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે ટ્વીટ કર્યું, ‘ભારતીય જનતા પાર્ટી પૂર્ણ બહુમત સાથે ફરીથી સરકાર બનાવવા જઈ રહી છે.’ પૂર્વ મુખ્યમંત્રી કમલનાથે કહ્યું, ‘મને મધ્યપ્રદેશના લોકો પર પૂરો વિશ્વાસ છે કે તેઓ તેમનું ભવિષ્ય સુરક્ષિત રાખશે.’

પરિણામ અપડેટ્સ...ભાજપ અને કોંગ્રેસમાં કોણ આગળ- કોણ પાછળ?

BJP

  • સીએમ શિવરાજ સિંહ ચૌહાણ બુધની (સિહોર), કેન્દ્રીય મંત્રી નરેન્દ્ર સિંહ તોમર દિમાની (મુરેના), કૈલાસ વિજયવર્ગીય ઈન્દોર-1થી આગળ છે.
  • દતિયાથી ગૃહમંત્રી નરોત્તમ મિશ્રા, ઉજ્જૈન દક્ષિણમાંથી મંત્રી મોહન યાદવ, નિવાસ (મંડલા)થી કેન્દ્રીય મંત્રી ફગ્ગન સિંહ કુલસ્તે પાછળ છે.
  • બરવાનીમાંથી મંત્રી પ્રેમસિંહ પટેલ, દેવતલબ (રેવા)થી સ્પીકર ગિરીશ ગૌતમ, બુરહાનપુરથી મંત્રી અર્ચના ચિટનીસ પાછળ છે.
  • મંત્રી હરદીપ સિંહ ડંગ સુવાસરા (મંદસૌર)થી આગળ છે, મંત્રી વિશ્વાસ સારંગ નરેલા (ભોપાલ)થી આગળ છે.
  • ગદરવાડા (નરસિંહપુર)થી સાંસદ ઉદય પ્રતાપ સિંહ, મલ્હારગઢ (મંદસૌર)થી મંત્રી જગદીશ દેવરા, નરસિંહપુરથી પ્રહલાદ પટેલ આગળ છે.
  • મુંગાવલી (અશોકનગર)થી મંત્રી બ્રિજેન્દ્ર સિંહ યાદવ, દમોહથી જયંત મલૈયા, સાંચીથી મંત્રી પ્રભુરામ ચૌધરી આગળ છે.

કોંગ્રેસ

  • લહાર (ભીંડ) ના કોંગ્રેસના ઉમેદવાર, વિરોધ પક્ષના નેતા ડો.ગોવિંદ સિંહે આગળ છે. છિંદવાડાથી કમલનાથ આગળ.
  • રાઉ (ઈન્દોર)થી કોંગ્રેસના ઉમેદવાર જીતુ પટવારી પાછળ છે.
  • કોંગ્રેસના ઉમેદવાર અને પૂર્વ સ્પીકર નર્મદા પ્રસાદ પ્રજાપતિ ગોટેગાંવ (નરસિંહપુર)થી પાછળ છે.
  • રાજપુર (બડવાની)ના પૂર્વ ગૃહમંત્રી બાલા બચ્ચન પાછળ છે.

મધ્યપ્રદેશમાં VIP બેઠકોની સ્થિતિ

– શિવરાજ સિંહ ચૌહાણ (CM) – બુધનીથી આગળ.

– નરોત્તમ મિશ્રા (ગૃહમંત્રી) – દતિયાથી પાછળ.

– કમલનાથ (પૂર્વ સીએમ) – છિંદવાડાથી આગળ


Related Posts

Load more