મોરોક્કોમાં 60 વર્ષ બાદ ભયંકર ભૂકંપ, 800થી વધુ લોકોના મોત

By: nationgujarat
09 Sep, 2023

આફ્રિકન દેશ મોરોક્કોમાં શુક્રવારે મોડી રાત્રે આવેલા વિનાશક ભૂકંપને કારણે અત્યાર સુધીમાં 800 થી વધુ લોકોના મોત થયા છે, જ્યારે સેંકડો લોકો ઘાયલ થયા છે. આ વિનાશકારી ભૂકંપને મોરોક્કોમાં છેલ્લા છ દાયકામાં આવેલો સૌથી ખતરનાક ભૂકંપ ગણાવવામાં આવી રહ્યો છે.ન્યૂઝ એજન્સી રોયટરના જણાવ્યા અનુસાર, ભૂકંપના કારણે મોરોક્કોમાં સેંકડો ઈમારતો ધ્વસ્ત થઈ ગઈ છે, જેના કારણે મોટા વિસ્તારોમાં રહેતા લોકો મોરોક્કોના શહેરો લોકોને તેમના ઘર છોડવા પડ્યા છે. આ વિનાશક ભૂકંપથી યુનેસ્કો હેરિટેજ સ્થળોને પણ નુકસાન થયું છે.મોરોક્કન ગૃહ મંત્રાલયના જણાવ્યા અનુસાર, ભૂકંપમાં મૃત્યુઆંક 820 પર પહોંચી ગયો છે જ્યારે 672 અન્ય લોકો ઘાયલ છે. એક સ્થાનિક અધિકારીએ જણાવ્યું છે કે મોટાભાગના મૃત્યુ પર્વતીય વિસ્તારોમાં થયા છે જ્યાં રાહત માટે પહોંચવું મુશ્કેલ હતું. શુક્રવારે મોડી રાત્રે મોરોક્કોના ઉચ્ચ એટલાસ પર્વતોમાં આવેલા ભૂકંપની તીવ્રતા 7.2 હતી.રિપોર્ટ અનુસાર ભૂકંપના કારણે યુનેસ્કો હેરિટેજ સાઈટને પણ નુકસાન થયું છે. જેમા અલ-ફના સ્ક્વેરમાં એક મસ્જિદનો મિનાર તૂટી પડ્યો, જે યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ છે, જે મોરોક્કોના જૂના શહેરમાં આવેલા મારાકેશમાં સ્થિત છે.


Related Posts

Load more