મોરબીમાં પકડાયું બોગસ ટોલનાકુ.. દોઢ વર્ષથી ચાલતુ હતુ .. કરી નાખી કરોડોની કમાણી સરકાર અજાણ હતી

By: nationgujarat
04 Dec, 2023

ગુજરાત સરકાર અજાણ હતી અને એક બોગસ ટોલનાકુએ લોકોને ખંખેરવાનું ચાલુ કરી દીધું. વાકાનેર નજીક વઘાસીયા પ્લાઝા પાસે બોગસ ટોલનાકુ ચાલતુ હતું. બોગસ ટોલનાકાએ કરોડોની  કમાણી દોઢ વર્ષમાં કરી નાખી હશે. વાહન ચાલક પાસેથી 5દ થી 200 રૂપિયા ઉઘરાવવામં આવતા હતા. વ્હાઇટ હાઉસ સિરામીક કંપની માંથી રસ્તો કાઢી ટોલ નાકુ બનાવવામાં આવ્યું હતું. કલેકટર અને જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરવામાં આવી હતી.ટોલનાકામાં 4  વ્હીલરના 50 રૂપિયા મેટાડોરના 100 રૂપિયા અને ટ્રકના 200 રૂપિયા વસુલવામાં આવતા હતા દોઢ વર્ષથી ચાલકા ટોલનાકાની સરકારને જાણ નથી.

વાકાનેરથી કચ્છ હાઇવે પર હજારો વાહનોની અવર જવર થતી હોય છે ત્યા ટોલ નાકુ ચાલુ કરી કમાણી શરૂ કરી દીધી. અને મોરબીના કલેકટર અને જિલ્લા પોલીસ વડાને જાણ કરી હોવા છતા કામ ન થયુ હોવાનું સુત્રએ જણાવ્યું જો કે મીડિયામાં અહેવાલ આવતા તંત્ર જાગ્યુ અને ગેટ પાસે તાળુ વાગી ગયુ છે.

પુર્વ ધારાસભ્ય મહંમદ જાવેદ પિરઝાદાએ આક્ષેપ કર્યો છે કે આ રીતે ઘણાન વર્ષોથી ચાલે છે ટોલનાકુ. ખુલ્લા રેલ્વે ફાટક બંઘ કરવા માટે મે રજૂઆત કરી છે. સત્તાધારી પક્ષના રહેમનજર હેઠળ આ કૌભાંડ ચાલે છે. વાકાનેરાના તમામ લોકો આ વાતને જાણે છે. આ રીતનું કૌભાંડ છેલ્લા 8 થી 10 વર્ષથી ચાલે છે આને સુઘારા લગતા કોઇ પરિણામ આવ્યા નથી. આવા બે થી ત્રણ ટોલનાકા ચાલે છે .


Related Posts

Load more