મણિનગર શ્રી સ્વામિનારાયણ મંદિરે ચોપડા પૂજન તેમજ અન્નકૂટોત્સવ ભવ્ય કાર્યક્રમ યોજાયો

By: nationgujarat
13 Nov, 2023

મણિનગર શ્રી સ્વામિનારાયણ મંદિરે દીપોત્સવી પર્વે ચોપડા પૂજન તેમજ ભવ્યતા અને દિવ્યતા સભર અન્નકૂટોત્સવની પરમ ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી…

ભારત એક તહેવારોનો દેશ છે. ભારત દેશમાં બધાજ ધાર્મિક, સામાજિક તથા રાષ્ટ્રીય તહેવારોની ઊજવણી ખૂબ જ ધામધૂમથી થાય છે. એમાં પણ દિવાળી ભારતના લોકોનો એક લોકપ્રિય તહેવાર છે. દિવાળીએ હિન્દુ ધર્મનો મુખ્ય તહેવાર છે. દિવાળીના તેહવારમાં ચોપડા પૂજનનું વિશેષ મહત્ત્વ છે. આગામી વર્ષ લાભદાયી અને ફળદાયી નીવડે તે માટે પૂજન કરવામાં આવે છે. ધંધા રોજગારની વૃદ્ધિ માટે પણ ચોપડા પૂજન કરવામાં આવતું હોય છે.

આ પાવનકારી પ્રસંગે
શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાનમહોદધિ શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજે આશીર્વાદમાં જણાવ્યું હતું કે, દિવાળી એટલે જીવનની કડવાશ, સંધર્ષ તેમજ ધર્ષણ ભૂલવાનો દિન છે. ભગવાનની આજ્ઞા પ્રમાણે વર્તીએ તો બાહ્યશત્રુ તેમજ અંતર:શત્રુ ટળે છે. ભગવાનનું શરણું જ નિર્ભય છે. ભગવાનના સાનિધ્યમાં ચોપડા પૂજન કરો છો તો શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્યપ્રવર ગુરુદેવ શ્રી મુક્તજીવન સ્વામીબાપાના દિવ્ય આશીર્વાદ છે કે ભગવાનની આજ્ઞા પ્રમાણે વર્તશો તો તેના જીવનમાં ક્યારેય ખોટ નહીં આવે. ભગવાનનો આવો મોટો મહિમા વિચારવો અને નિરંતર ભગવાનનું અનુસંધાન રાખવું. આધ્યાત્મિક ક્ષેત્રમાં આગળ વધવાના સંકલ્પ થશે તો તેની માટે મંડ્યા રહીશું તો જીવનમાં શાશ્વત શાંતિની પ્રાપ્તિ થશે. ભગવાનની આજ્ઞા પ્રમાણે જીવન જીવીએ તો આલોક અને પરલોકના સુખની પ્રાપ્તિ થાય.

મણિનગર શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે સ્વામિનારાયણબાપા સ્વામીબાપા, વેદરત્ન આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજના દિવ્ય સાનિધ્યમાં તેમજ શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જ્ઞાનમહોદધિ શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજની અધ્યક્ષતામાં ભવ્યતા અને દિવ્યતાસભર અન્નકૂટોત્સવનું આયોજન કરાયું હતું. અન્નકૂટમાં ભક્ષ્ય, ભોજય, લેહ્ય તેમજ ચોષ્ય પ્રકારના ભોજન બનાવાયા હતા. ૬૬૬ અનેકવિધ વાનગીઓમાં – મીઠાઈનો રાજા મેસૂબ, મોહનથાળ વગેરે મિઠાઈઓ, ફરસાણ, મુખવાસ, ફ્રૂટ વગેરે અન્નકૂટમાં સ્વામિનારાયણબાપા સ્વામીબાપાને ધરાવવામાં આવ્યા હતા. શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જ્ઞાનમહોદધિ શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજે અન્નકૂટોત્સવની આરતી ઉતારી હતી અને સહુ સંતો હરિભક્તોએ પણ આરતી ઉતારવાના અણમોલા લ્હાવા લીધા હતા. આ પાવનકારી અવસરનો લ્હાવો દેશ વિદેશના હરિભક્તોએ પરમ ઉલ્લાસભેર લીધો હતો.
[1:33 pm, 13/11/2023] Gurupriya Swami Maninager:


Related Posts

Load more