અમદાવાદના મણિનગર વિસ્તારમાં યુવકનો બંદૂક સાથે જવેલર્સ શોરૂમમાં લૂંટનો પ્રયાસ

By: nationgujarat
16 Aug, 2023

અમદાવાદના મણિનગર વિસ્તારમાં યુવક લોડેડ બંદૂક લઇને લૂંટ કરવા આવ્યો હતો. યુવકે જાહેરમાં બંદૂક લોકોને બતાવી રહ્યો હોવાનો વીડિયો પણ સામે આવ્યો છે. જોકે સ્થાનિકો લોકોએ યુવકને ઝડપી પાડી પોલીસ હવાલે કર્યો હતો. પોલીસે યુવક પાસેથી બંદૂક કબજે કરી છે. હાલ યુવકની મણિનગર પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે.

યુવકનો બંદૂક સાથે જવેલર્સ શોરૂમમાં લૂંટનો પ્રયાસ
અમદાવાદમાં કાયદાનો ડર ના હોય તેમ ગુનેગારો બેફામ બન્યા છે. મણિનગરના એલજી હોસ્પિટલ એક યુવક હાથમાં બંદૂક લઇને જવેલર્સ શો રૂમમાં લૂંટ કરવા જઈ રહ્યો હતો. જાહેરમાં બંદૂક નીકળતા સ્થાનિકો ભેગા થઈ ગયા હતા. આ યુવક લૂંટ કરે તે પહેલા જ તેને પકડીને મણિનગર પોલીસને સોંપ્યો હતો. હાલ પોલીસ આ યુવકની અટકાયત કરીને પૂછપરછ શરૂ કરી છે.

લોકોએ બંદૂક સાથે યુવકને પકડી પાડ્યો
આ યુવક જાહેર રોડ ઉપર હાથમાં બંદૂક અને બેગ ભરાયેલી હોવાનું એક વીડિયોમાં દેખાઈ રહ્યો છે. આ ઉપરાંત લોકોનું ટોળું એકઠું થયું છે જેમણે આ યુવક જાહેરમાં બંદૂક બતાવી રહ્યો છે. જોકે, મોટી સંખ્યામાં લોકોએ ભેગા થઈને યુવકને પકડી પાડ્યો હતો. મણિનગર પોલીસ દ્વારા આ યુવકની અટકાયત કરવામાં આવી છે. આ યુવકની પ્રાથમિક પૂછપરછ સામે આવી છે કે તેનું નામ લોકેન્દ્રસિંહ શેખાવત છે અને તે લૂંટના ઈરાદે બંદૂક સાથે આવ્યો હતો.યુવક પાસેથી બંદૂક કબજે કરવામાં આવી
મણિનગર પોલીસ સ્ટેશનના પીઆઇ દીપક ઉનડકટે જણાવ્યું હતું કે, આ યુવક બે દિવસથી હોટલમાં રોકાયો હતો. આજે લૂંટ કરવા લોડેડ બંદૂક લઇને આવ્યો હતો. લોકોએ જ્વેલર્સ શો રૂમ પાસેથી લૂંટ કરે તે પહેલાં જ તેને ઝડપીને પોલીસને સોંપ્યો છે. અત્યારે આ યુવકની અટકાયત કરીને પૂછપરછ કરવામાં આવી રહી છે. આ યુવક પાસેથી બંદૂક કબજે કરવામાં આવી છે.


Related Posts

Load more