લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસે બનાવી નવી ટીમ.નેતાઓને મળી નવી જવાબદારી

By: nationgujarat
20 Aug, 2023

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ CWCની નવી ટીમની જાહેરાત કરી છે. ખડગેએ તેમની સામે કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી લડનાર શશિ થરૂર અને રાજસ્થાન કોંગ્રેસના નેતા સચિન પાયલટને પણ પોતાની ટીમમાં સામેલ કર્યા છે. આ સિવાય ગાંધી પરિવારના ત્રણેય ચહેરાઓને કોંગ્રેસ વર્કિંગ કમિટીમાં રાખવામાં આવ્યા છે. આ ટીમમાં ખડગે બાદ સોનિયા ગાંધી અને પૂર્વ પીએમ ડૉ.મનમોહન સિંહનું નામ છે. તે પછી રાહુલ ગાંધી, અધીર રંજન ચૌધરી, એકે એન્ટની, અંબિકા સોની, મીરા કુમાર અને દિગ્વિજય સિંહનું નામ પણ સામેલ છે.


Related Posts