છૈયા-છૈયા’ ગીત માટે મલાઈકા નહોતી પહેલી પસંદ: જાણો કોને ના પાડતા મળ્યો મોકો

By: nationgujarat
27 Nov, 2023

મલાઈકા અરોરાએ 1998માં આવેલી ફિલ્મ ‘દિલ સે’થી છૈયા-છૈયા ગીતથી લોકપ્રિયતા મેળવી હતી. આ ગીત હિટ રહ્યું હતું અને મલાઈકાને ‘છૈયા-છૈયા ગર્લ’ના નામથી ઓળખ મળી હતી, જોકે આ ગીત માટે મલાઈકા પહેલી પસંદ નહોતી. આ ગીતમાં પહેલાં રવિના ટંડન અને પછી શિલ્પા શેટ્ટીને કાસ્ટ કરવામાં આવી હતી. જો કે, સદભાગ્યે આ ગીત મલાઈકાના ફાળે આવ્યું, જેને ત્યાં સુધી કોઈ ખાસ ઓળખ મળી ન હતી. આ સ્ટોરી ગીતના કોરિયોગ્રાફર ફરાહ ખાને શેર કરી છે.

ફરાહ ખાને હાલમાં જ કોલકાતામાં આયોજિત આલ્ફા નેટવર્ક ઈવેન્ટમાં હાજરી આપી હતી. આ દરમિયાન તેમણે લોકપ્રિય ગીત ‘છૈયા છૈયા’ વિશે વાત કરતા કહ્યું કે, અમે તે ગીતનું શૂટિંગ શરૂ થયાના 2 દિવસ પહેલાં જ મલાઈકાને સાઈન કરી હતી, કારણ કે દરેક હિરોઈને તે ગીત માટે ના પાડી દીધી હતી. તેથી જ હું કહું છું કે વ્યક્તિએ યોગ્ય સમયે યોગ્ય જગ્યાએ હાજર રહેવું જોઈએ. તે સમયે કોઈ જાણતું ન હતું કે મલાઈકા અરોરા મોડલ છે.

ફરાહે વધુમાં કહ્યું કે, હું તેમને અરબાઝ ખાન દ્વારા ઓળખતી હતી. જોકે ત્યાં સુધી મને એ પણ ખબર નહોતી કે તે સારી ડાન્સર છે કે નહીં. અમે આ ગીત શિલ્પા શેટ્ટીથી લઈને રવિના સુધીની ઘણી હિરોઈનોને ઓફર કરી હતી. દરેક હિરોઈન એ કોઈ ને કોઈ કારણસર એ ગીત કરવાની ના પાડી દીધી હતી.

મલાઈકા અરોરા વીજે હતી
મલાઈકા અરોરાએ MTV ઈન્ડિયામાં VJ તરીકે ભાગ લીધો હતો. આ પછી તે ક્લબ MTV શોમાં લોકોના ઇન્ટરવ્યૂ લેતી હતી. બાદમાં તેમણે સાયરસના શો લવ લાઈન અને સ્ટાઈલ ચેકની સહ-હોસ્ટ કરી.

મલાઈકાએ વીજે તરીકે ઓળખ મેળવ્યા બાદ મોડલિંગ કરિયરની શરૂઆત કરી હતી. પ્રથમ વખત લોકપ્રિય ગીત ‘ગુર નાલો ઇશ્ક મીઠા’માં અભિનેત્રી તરીકે જોવા મળી હતી. આ પછી 1998માં રિલીઝ થયેલી ફિલ્મ ‘દિલ સે’ના ‘છૈયા છૈયા’ ગીતથી તેને ઈન્ડસ્ટ્રીમાં ખરી ઓળખ મળી.


Related Posts

Load more