ટીમ ઈન્ડિયા હાલ વેસ્ટ ઈન્ડિઝ સામે બે મેચની ટેસ્ટ શ્રેણી રમી રહી છે. આ પછી ત્રણ વનડે અને પાંચ ટી-20 મેચ રમાશે. કેરેબિયન પ્રવાસ પછી તરત જ, ટીમ ઈન્ડિયા ઓગસ્ટના ત્રીજા સપ્તાહમાં આયર્લેન્ડ સામે ત્રણ મેચની T20I શ્રેણી રમવાની છે. દરમિયાન, હાર્દિક પંડ્યાને આરામ આપવામાં આવ્યો હોવાથી ટીમ ઈન્ડિયાને નવો કેપ્ટન મળવાની આશા છે.
રોહિત શર્મા અને હાર્દિક પંડ્યા આયર્લેન્ડ સામેની ત્રણ ટી-20 શ્રેણીમાં નહીં રહે. આવી સ્થિતિમાં કેપ્ટન કોણ કરશે તે એક મોટો પ્રશ્ન છે, કારણ કે ટૂંક સમયમાં જ ભારતને શ્રીલંકા જવું પડશે, કારણ કે એશિયા કપ 2023 ત્યાં રમવાનો છે. ભારતની પ્રથમ મેચ 2 સપ્ટેમ્બરે કેન્ડીમાં પાકિસ્તાન સામે રમાશે. જેના કારણે સિનિયર ખેલાડીઓને આરામ આપવામાં આવશે.
હવે આવી સ્થિતિમાં સુત્રના અહેવાલ મુજબ સૂર્યકુમાર આયર્લેન્ડ સામેની ત્રણ ટી-20 મેચમાં ટીમનો કેપ્ટન બની શકે છે. તે હાલમાં T20 ટીમનો વાઇસ કેપ્ટન છે અને જો તે કેપ્ટન બને છે તો જસપ્રીત બુમરાહ વાઇસ કેપ્ટનની જવાબદારી નિભાવી શકે છે, કારણ કે તેની આયરલેન્ડ સામેની ત્રણ મેચની T20 સિરીઝ માટે પસંદગી થઈ શકે છે. તે 100 ટકા ફિટ થવાની નજીક છે.