શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ – લંડન ખાતે “Idol of Sainthood Sadguru Shastri Shree Anandpriyadasji Swami” પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું

By: nationgujarat
11 Aug, 2023

સદ્ગુરૂ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ – લંડન ખાતે તા. ૬ ઓગષ્ટના રોજ મંદિરના ૧૦મા પાટોત્સવ પ્રસંગે કુમકુમ મંદિરના સંસ્થાપક સાધુતાની મૂર્તિ સદ્ગુરૂ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીના જીવન કવન ઉપર “Idol of Sainthood Sadguru Shastri Shree Anandpriyadasji Swami” પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે પુસ્તકના લેખક સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, હિન્દુ સંસ્કૃતિનો આધારસ્તંભ મંદિરો,શાસ્ત્રો અને સંતો છે. આવા શાસ્ત્રો જ આપણી સંસ્કૃતિનું પોષણ અને સંવર્ધન કરે છે. આ પુસ્તકમાંથી શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી કેવું જીવન જીવ્યા ? અને તેમણે કેવો આદર્શ જીવન સંદેશ આપ્યો છે, તે જાણવા મળે છે સાથે સાથે આ પુસ્તકના જીવન સંદેશની સાથે સાથે સ્વામીજીના દર્શન થાય તે માટે વિવિધ ફોટોગ્રાફ્સ પણ અંકિત કરવામાં આવ્યા છે.તો આ પુસ્તક આપણે અવશ્ય વાંચવું જોઈએ અને તેમાં આપેલ જીવન સંદેશને આપણે જીવનમાં ઉતારવો જોઈએ.

આજના માણસો ફેસબુકમાં જેટલો રસ ધરાવે છે,તેટલો રસ ધાર્મિક બુકો વાંચવામાં ધરાવે અને તે પ્રમાણે તેનું જીવન જીવવા લાગે તો તે સુખી – સુખી થઈ જાય.તેથી આપણા જીવનને આદર્શ બનાવવા માટે અને સુખી થવા માટે નિત્ય ધાર્મિક પુસ્તકો વાંચવા જોઈએ અને તે પ્રમાણે વર્તન કરવું જોઈએ.

અંતમાં શાસ્ત્રી શ્રી હરિકૃષ્ણસ્વરૂપદાસજી સ્વામીએ સૌને આશીર્વચન પાઠવ્યાં હતાં.

આ પુસ્તક પ્રકાશિત કરવામાં શ્રી માયાબેન ડી. પીંડોરીયા અને શ્રી ધનુબેન કે.હાલાઈએ આર્થિક યોગદાન આપ્યું.

આ સમગ્ર કાર્યક્રમનો દેશ વિદેશના ભક્તો લાભ લઈ શકે તે માટે સ્વામિનારાયણ મંદિર કુમકુમ યુટ્યુબ ઉપર લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું હતું.


Related Posts

Load more