દેશ અને દુનિયામાં કેલેન્ડર વર્ષ 2024ને લોકોએ આવકાર્યો અને 2023ને હર્ષો ઉલ્લાસ સાથે વિદાય આપી. વેસ્ટર્ન કલ્ચર પ્રમાણે અમાદવાદના ધણા ફાર્મ હાઉસમાં 31ST ની પાર્ટીનું આયોજન થયું હતું તો કેટલાય લોકોએ મિત્રો અને પરિવાર સાથે ઘરે કે રેસ્ટોરન્ટમાં નવા વર્ષની ઉજવણી કરી.
અમદાવાદના ચાંદખેડા એસપી રીંગ રોડ પર આવેલ કેસરઅમૃત ફાર્મમાં 31ની સંધ્યાએ મીડિનાઇટ પાર્ટીનું ભવ્ય આયોજન થયુ હતું જેમાં ડિજેના તાલે યુવાનો ઝુમ્યા અને નવા વર્ષને આવકાર્યો તે 2023ને વિદાય આપી. મોટી સંંખ્યામાં યુવાનો તેમના પરિવાર અને મિત્રો સાથે ડિજેના તાલે ઝુમ્યા હતા.
નવું વર્ષ 2024 શરૂ થઈ ગયું છે. લોકો કોલ અને મેસેજ દ્વારા તેમના પરિવાર અને નજીકના લોકોને નવા વર્ષની શુભેચ્છા પાઠવી રહ્યા છે. ટૂરિઝમ અને પિકનિક સ્પોટની સાથે ધાર્મિક સ્થળો પર પણ નવા વર્ષની ઉજવણી કરવામાં આવે છે.
ભારતમાં હિન્દુ નવા વર્ષ સિવાયના ધર્મોની વિવિધ પરંપરાઓ
ભારતમાં નવું વર્ષ 5 વખત ઉજવવામાં આવે છે. 1 જાન્યુઆરીએ ખ્રિસ્તી નવા વર્ષ ઉપરાંત, હિંદુ, પંજાબી, જૈન અને પારસી સમુદાયો જુદા જુદા મહિનામાં નવા વર્ષની ઉજવણી કરે છે. ચૈત્ર મહિનાની શુક્લ પ્રતિપદા (માર્ચ-એપ્રિલ)થી હિંદુ નવું વર્ષ શરૂ માનવામાં આવે છે. નવું વર્ષ પણ આ દિવસથી શરૂ થાય છે. તે દેશના વિવિધ રાજ્યોમાં ગુડી પડવા અને ઉગાડી નામો સાથે ઉજવવામાં આવે છે.
આ ઉપરાંત પંજાબમાં નવા વર્ષને વૈશાખી (એપ્રિલ-મે) તહેવાર તરીકે ઉજવવામાં આવે છે. જૈન સમાજના લોકો દિવાળીના બીજા દિવસથી નવા વર્ષની ઉજવણી કરે છે. તેને વીર નિર્વાણ સંવત પણ કહેવામાં આવે છે. ઝોરોસ્ટ્રિયન નવું વર્ષ ઓગસ્ટમાં નવરોઝની ઉજવણી સાથે શરૂ થાય છે. આ સિવાય ઈસ્લામિક કેલેન્ડરનું નવું વર્ષ મુહર્રમ છે, જે જુલાઈથી શરૂ થાય છે.