જુનાગઢની HDFC બેન્કમાં કર્મચારીની કરામત,ગ્રાહકોના ખાતામાંથી અઢી વર્ષમાં ઉપાડ્યા 83 લાખ, ઉચાપતની ફરિયાદ

By: nationgujarat
19 Dec, 2023

દેશભરમાં ફ્રૉડ થવાના કિસ્સાઓ સતત વધી રહ્યાં છે, આમાં બેન્ક ફ્રૉડને લઇને મોટી ઘટના ગુજરાતના જુનાગઢમાંથી હાલમાં જ સામે આવી છે. અહીં એક બેન્ક કર્મચારીઓએ બેન્કના અલગ અલગ ખાતામાંથી કુલ મળીને 83 લાખ રૂપિયાની ઉચાપત કરી હોવાનું સામે આવ્યુ છે. આ અંગે બેન્કના મેનેજરે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

મળતી માહિતી પ્રમાણે, આ ઘટના જુનાગઢની એચડીએફસી બેન્કમાં ઘટી છે, અહીં એચડીએફસી બેન્કની શાખામાં જ નોકરી કરતાં એક કર્મચારીએ બેન્કમાં 83 લાખથી વધુના વ્યવહારોમાં ગેરરીતિ કરી છે, તેને આટલી મોટી ઉચાપત કરવામાં ત્રણ વર્ષથી વધુનો સમય લીધો હતો. જૂનાગઢની  HDFC બેન્કના કર્મચારી વિરૂદ્ધ બેન્કના મેનેજરે 83 લાખની ઉચાપતનો કેસ નોંધાવ્યો છે. આરોપી બેન્ક કર્મચારીનું નામ રાજ મણિયાર છે, છેલ્લા અઢી વર્ષમાં બેન્કમાં જ અલગ-અલગ ખાતા ધારકોના ખાતામાંથી 83 લાખ રૂપિયાની ઉચાપત હતી. જ્યારે આ અંગે બેન્કના મેનેજરને ખબર પડી તો તેમને કર્મચારી રાજ મણીયાર વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. હાલ પોલીસ આ અંગે તપાસ કરી રહી છે.


Related Posts

Load more