Jamnagar માં ફરી ચાલ્યું દાદાનું બુલડોઝર, હાપામાં આવાસની જગ્યાએથી દબાણ સાફ!

By: Nation Gujarat Team
03 May, 2026
  • જામનગર (Jamnagar) મા ફરી ચાલ્યું દાદાનું બુલડોઝર
  • હાપા વિસ્તારમા ગેરકાયદેસર દબાણ દૂર કરવામાં આવ્યું
  • કરોડો રૂપિયાની કિંમતની અંદાજે એક લાખ 20 હજાર ચોરસ ફુટ
  • શહેરી ગરીબો માટે આવાસ માટેની જગ્યામા હતું દબાણ
  • હાપામા 16 આસામીઓએ કરેલ દબાણ પર બુલડોઝર ચાલ્યું

Jamnagar Bulldozer Action : જામનગર શહેરમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને દબાણો સામે તંત્રએ ફરી એકવાર લાલ આંખ કરી છે. શહેરના હાપા વિસ્તારમાં મહાનગરપાલિકા દ્વારા ઓપરેશન બુલડોઝર હાથ ધરીને કરોડો રૂપિયાની સરકારી જમીન ખુલ્લી કરાવવામાં આવી છે. આ કામગીરીથી ભૂમાફિયાઓ અને ગેરકાયદે દબાણ કરનારાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.

જામનગર (Jamnagar) મા ફરી ચાલ્યું દાદાનું બુલડોઝર

મળતી માહિતી મુજબ, હાપા વિસ્તારમાં આશરે 1,20,000 ચોરસ ફૂટ જેટલી વિશાળ જગ્યા પર ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યું હતું. આ જમીન ખાસ કરીને શહેરી ગરીબો માટેના આવાસ બનાવવા માટે ફાળવવામાં આવી હતી, પરંતુ તેના પર લાંબા સમયથી દબાણ હતું. તંત્ર દ્વારા આ જગ્યા ખાલી કરાવવા માટે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી

હાપાના 16 આસામીઓના ગેરકાયદે બાંધકામો તોડી પડાયા

હાપામાં કુલ 16 જેટલા આસામીઓએ આ જમીન પર રહેણાંક અને વ્યવસાયિક હેતુ માટે દબાણો ખડકી દીધા હતા. મહાનગરપાલિકાના તંત્રએ પોલીસ બંદોબસ્ત સાથે રાખીને આ તમામ 16 દબાણો પર બુલડોઝર ફેરવી દીધું હતું. આ કામગીરી દ્વારા કરોડો રૂપિયાની કિંમતની સરકારી મિલકતને દબાણમુક્ત કરવામાં સફળતા મળી છે.


Related Posts

Load more