જયશંકરનો ડોનાલ્ડ ટ્રમ્પને જવાબ – અમેરિકાનો ડોલર નબળો કરવામા ભારતને કોઇ રસ નથી.

By: nationgujarat
08 Dec, 2024

ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે યુએસ ડોલરને લઈને ભારતનું વલણ સ્પષ્ટ કર્યું છે. અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની બ્રિક્સ દેશો પર 100 ટકા ટેરિફની ચેતવણી પર તેમણે કહ્યું કે ભારતને ડોલરને નબળો પાડવામાં બિલકુલ રસ નથી. વિદેશ મંત્રીએ કતારમાં દોહા ફોરમમાં ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો પર દેશનું વલણ સ્પષ્ટ કર્યું.

તેમણે કહ્યું કે ભારત દ્વારા ડોલર સાથે સ્પર્ધા કરવા માટે કોઈ નવી કરન્સી રજૂ કરવામાં આવી નથી. દોહા ફોરમ દરમિયાન તેમણે ભારત અને અમેરિકાના સંબંધોને લઈને સકારાત્મક સંદેશ આપ્યો હતો. તાજેતરમાં જ ડોનાલ્ડ ટ્રમ્પે ‘ડી-ડોલરાઇઝેશન’ પર કડક વલણ અપનાવતા સોશિયલ મીડિયા X પર એક પોસ્ટ શેર કરી હતી. જેમાં લખ્યું હતું કે બ્રિક્સ દેશોની નવી કરન્સી પર અમેરિકાનો મૂક પ્રેક્ષક રહેવાનો સમય પૂરો થઈ ગયો છે. તેમણે કહ્યું કે બ્રિક્સ દેશોએ આ અંગે પોતાનું વલણ સ્પષ્ટ કરવાની જરૂર છે. તેમણે કહ્યું કે તેઓ ન તો નવી બ્રિક્સ ચલણ બનાવશે અને ન તો યુએસ ડોલરને બદલવા માટે અન્ય કોઈ ચલણને સમર્થન આપશે.

પીએમ મોદી અને ટ્રમ્પ વચ્ચે મિત્રતાની ચર્ચા
તેમણે કહ્યું હતું કે જો BRICS દેશો ‘ડી-ડોલરાઇઝેશન’ની નીતિ પર કામ કરશે તો તેઓ તમામ BRICS દેશો પર 100 ટકા ટેરિફ લાદશે. વિદેશ મંત્રીએ કહ્યું કે ડોનાલ્ડ ટ્રમ્પના સમયમાં ક્વાડ ફરી શરૂ કરવામાં આવ્યો હતો. આ સિવાય બંને દેશો વચ્ચે કેટલાક વેપાર મુદ્દાઓ પર પરસ્પર સમજૂતી પણ થઈ હતી. એસ જયશંકરે દોહા ફોરમના વિશ્વ મંચ પર પીએમ મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચેની ગાઢ મિત્રતાનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે બંને દેશો વચ્ચે પહેલાથી જ સારા અને મજબૂત દ્વિપક્ષીય સંબંધો છે.


Related Posts

Load more