PAKની ટીમ હમાસ આતંકવાદીઓને વિજયની ભેટ આપી ન શકી – ઇઝરાયેલના રાજદૂત

By: nationgujarat
15 Oct, 2023

ભારત ધરતી પર  ODI વર્લ્ડ કપ 2023 ની મેચ રમાઇ રહી  છે,. શનિવારે (14 ઓક્ટોબર) અમદાવાદમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે શાનદાર મેચ રમાઈ હતી, જેમાં ભારતીય ટીમનો 7 વિકેટે વિજય થયો હતો.

આ જીતની સાથે જ ઈઝરાયેલના રાજદૂત નાઓર ગિલોને સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને પાકિસ્તાની ટીમને આડે હાથ લીધી છે. તેમણે કહ્યું કે અમે ભારતની જીતથી ખુશ છીએ, પરંતુ પાકિસ્તાની ટીમ પોતાની જીત હમાસના આતંકવાદીઓને સમર્પિત કરી શકી નથી.

વાસ્તવમાં, નાઓરના આ નિવેદનને પાકિસ્તાની ટીમના સ્ટાર વિકેટકીપર બેટ્સમેન મોહમ્મદ રિઝવાનના નિવેદન પર કટાક્ષ માનવામાં આવી રહ્યું છે, જે રિઝવાને તાજેતરમાં શ્રીલંકા સામે સદી ફટકાર્યા બાદ ગાઝાના લોકોને આપ્યું હતું. રિઝવાને તે સદી ગાઝાના લોકોને સમર્પિત કરી હતી.

આના પર નૌરે કટાક્ષ કરતા કહ્યું કે હવે પાકિસ્તાની ટીમ પોતાની જીત હમાસના આતંકીઓને સમર્પિત નહીં કરી શકે. ઇઝરાયલના રાજદૂતે ભારત-પાકિસ્તાન મેચ દરમિયાન પોતાના પોસ્ટર દ્વારા ઇઝરાયેલને સમર્થન આપનારા ક્રિકેટ ફેન્સ પર પણ પ્રતિક્રિયા આપી હતી. આના પર નાઓરે કહ્યું કે અમે આને લઈને ખૂબ જ ભાવુક છીએ.


Related Posts

Load more