IND vs AUS: ટીમ ઈન્ડિયા શ્રેણીમાં 2-0થી આગળ ,બીજી T20 મેચ 44 રને જીતી.

By: nationgujarat
27 Nov, 2023

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ મેચની T20 શ્રેણીની બીજી મેચ તિરુવનંતપુરમ શહેરના ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઈ હતી. ટીમ ઈન્ડિયાએ આ મેચ જીતીને સિરીઝમાં 2-0ની લીડ મેળવી લીધી છે. સૂર્યકુમાર યાદવ આ શ્રેણીમાં ટીમ ઈન્ડિયાની કમાન સંભાળી રહ્યો છે. બીજી તરફ આ સીરીઝ માટે મેથ્યુ વેડને ઓસ્ટ્રેલિયન ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે.

ટીમ ઈન્ડિયા માટે આ મેચમાં ઋતુરાજ ગાયકવાડે સૌથી વધુ 58 રન બનાવ્યા હતા. જ્યારે યશસ્વી જયસ્વાલે 53 રનની ઇનિંગ અને ઇશાન કિશને 52 રનની ઇનિંગ રમી હતી. રિંકુ સિંહ 9 બોલમાં 31 રન બનાવીને અણનમ રહ્યો હતો. જ્યારે રવિ બિશ્નોઈ અને પ્રસિદ્ધ કૃષ્ણાએ 3-3 વિકેટ લીધી હતી. અર્શદીપ સિંહ, અક્ષર પટેલ અને મુકેશ કુમારે પણ 1-1 વિકેટ લીધી હતી.

ટીમ ઈન્ડિયાએ બીજી T20 મેચ 44 રને જીતી લીધી છે. આ મેચમાં ટીમ ઈન્ડિયાએ પ્રથમ બેટિંગ કરીને 235 રન બનાવ્યા હતા. જવાબમાં ઓસ્ટ્રેલિયાની ટીમ 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 191 રન બનાવી શકી હતી.

ઇશાન કિશને ટી-20માં વિકેટકીપર તરીકે ભારત માટે 3 વખત અડધી સદી ફટકારી છે. આ સાથે તે સંયુક્ત રીતે ભારતીય વિકેટકીપર તરીકે સૌથી વધુ અડધી સદી ફટકારનાર ખેલાડી બની ગયો છે. તેણે કેએલ રાહુલની બરાબરી કરી લીધી છે. રાહુલે ટી20માં વિકેટકીપર તરીકે ત્રણ અડધી સદી ફટકારી છે. જ્યારે મહેન્દ્ર સિંહ ધોની અને રિષભ પંતે ટી20Iમાં વિકેટકીપર તરીકે 2-2 અડધી સદી ફટકારી છે. હવે ઈશાને 27મી T20I મેચમાં ધોની અને પંતને પાછળ છોડી દીધા છે. ધોનીએ તેની T20I કારકિર્દીમાં માત્ર 2 અડધી સદી ફટકારી હતી. જ્યારે ઈશાન કિશને 27મી મેચમાં જ 5 અડધી સદી ફટકારી છે.

મેચમાં રિંકુસિંહની તોફાની બેટીંગ જોવા મળી હતી રિંકુ સિંહે 9 બોલમાં 31 રન ફટકાર્યા હતા જેમાં 2 છગ્ગા અને 4 ફોર સામેલ છે. તો 235 રનના સ્કોર માં ભારતના ટોપ ઓર્ડરે પણ ખૂબ સારો સ્કોર કર્યો હતો જેમાં યશસ્વી જયસ્વાલ રૂતુરાજ અને કિશન ત્રણેય બેટરોએ હાફ સેન્ચુરી ફટકારી હતી.

ઓસ્ટ્રલીયા સ્પીનર સામે ઘુટણીયે

236 રનના સ્કોરને ચેઝ કરવા આવેલી ઓસ્ટ્લીયાની ટીમની શરૂઆત સારી રહી પણ સ્પીનરે ખેલ બગાડયો રવિ બિસનોયે શોર્ટ અને ઇંગ્લીશની વિકેટ લઇ ઓસ્ટ્રલીયાને બેકફુટ પર મોકલ્યુ તો અક્ષર પટેલ પણ મેક્સવેલને આઉટ કરી જીત પાક્કી કરી આપી હતી ભારતીય બોલરમાં અર્શદીપ સૌથી વધુ 46 રન આપ્યા અને એક વિકેટ લીધી તો અક્ષર પટેલ સૌથી ઓછા રન આપ્યા છે તેને 25 રન આપી એક વિકેટ લીધી, સૌથી વધુ વિકેટ રવિ બિસનોયે લીઘી તેણે 4 ઓવરમાં 41 રન આપી 3 વિકેટ લીધી છે.

Fall of wickets: 1-35 (Matthew Short, 2.5 ov), 2-39 (Josh Inglis, 4.2 ov), 3-53 (Glenn Maxwell, 5.5 ov), 4-58 (Steven Smith, 7.2 ov), 5-139 (Tim David, 13.3 ov), 6-148 (Marcus Stoinis, 14.4 ov), 7-149 (Sean Abbott, 15.1 ov), 8-152 (Nathan Ellis, 15.6 ov), 9-155 (Adam Zampa, 16.5 ov)


Related Posts

Load more