ઇસ્કોન કેસમાં આરોપી તથ્ય ના પિતા પ્રજ્ઞેશ પટેલને મળ્યા જામિન

By: nationgujarat
01 Nov, 2023

ઇસ્કોન બ્રિજ અકસ્માતમાં આરોપીના પિતા પ્રજ્ઞેશને જામીન મળ્યા છે.  પહેલા સેશન્સ કોર્ટે જામીન ફગાવ્યા હતા. હાઇકોર્ટે પ્રજ્ઞેશના શરતી જામીન મંજુર કર્યા છે.  અકસ્માતમાં 10 લોકોના મોત થયા હતા. પ્રજ્ઞેશ પટેલને કેન્સર હોવાથી સારવાર માટે તેમણે જામીન માટે અરજી કરી હતી. બંને વખત તેમની અરજીને કોર્ટે ફગાવી હતી. આજે ગુજરાત હાઇકોર્ટે જામીન અરજી પર સુનાવણી કરતા  પ્રજ્ઞેશ પટેલના જામીન મંજૂર કર્યાં છે.

પ્રજ્ઞેશ પટેલ કોણ છે
એકસાથે 9 લોકોનો જીવ લેનાર તથ્ય પટેલ ગોતાના કુખ્યાત પ્રજ્ઞેશ પટેલ દીકરો હોવાનું સામે આવ્યું હતું. એવું પણ જાણવા મળ્યું હતું કે, અકસ્માત સર્જાયા બાદ પ્રજ્ઞેશ પટેલે ઘટનાસ્થળે પહોંચીને પોલીસ સાથે દાદાગીરી કરી હતી અને તથ્યને છોડાવીને રાત્રે જ લઇ ગયો હતો. આપને જણાવી દઈએ કે, પ્રજ્ઞેશ પટેલ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. નવેમ્બર 2020માં તેની સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ હતી

નવને કચડી નાખનાર તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલના હાઈકોર્ટે જામીન મંજૂર કર્યા, હવે બહાર રહી દીકરાને જામીન અપાવવા મહેનત કરશે. 20 જુલાઈની મોડીરાત્રિએ ઇસ્કોન બ્રિજ પર તથ્ય પટેલે જેગુઆર કારથી લોકોને ઉલાળ્યા હતા. જેમાં 9 લોકોના મોત નીપજ્યા હતા અને 12 લોકોને ઈજા પહોંચી હતી. બાદમાં પ્રજ્ઞેશ પટેલ તથ્યને બચાવવા માટે ઘટનાસ્થળેથી લઈ ગયા હતા. પ્રજ્ઞેશ પટેલે ઘટનાસ્થળે લોકોને ધમકી આપી હતી તે કેસમાં પોલીસે તેની ધરપકડ કરી હતી. ત્યારથી અત્યાર સુધીમાં 103 દિવસ બાદ પ્રજ્ઞેશ પટેલને જામીન મળ્યા છે.

શું હતો સમગ્ર કેસ

તથ્ય પટેલે 19મી જુલાઈની રાત્રે સર્જેલા અકસ્માતમાં 10  લોકોને જીવતા કચડી નાખ્યા હતા. આ ગોઝારી ઘટનાએ માત્ર અમદાવાદ નહીં પરંતુ આખા ગુજરાતને હચમચાવી નાખ્યું હતું. મોડી રાત્રે બનેલી એક અકસ્તમાની ઘટનામાં લોકો ટોળો વળ્યા હતા અને પોલીસ તપાસ કરી રહી હતી ત્યારે 140 કરતા વધુ ગતિમાં જેગુઆર કાર લઈને આવેલા તથ્યએ લોકોને કચડી નાખ્યા હતા. જોકે, તથ્યની અમુક જ કલાકોમાં ધરપકડ કરી લેવામાં આવી હતી. તથ્ય પટેલે આચરેલા કૃત્ય સામે 1700 પાનાની ચાર્જશીટ તૈયાર કરવામાં આવી હતી. જેમાં તેનો DNA રિપોર્ટ, FSL રિપોર્ટ સહિતની બાબતોનો ઉલ્લેખ ચાર્જશીટમાં કરવામાં આવ્યો હતો. માત્ર 10 દિવસની અંદર 9 લોકોને કચડી નાખનારા તથ્ય પટેલ સામેની ચાર્જશીટ અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં ફાઈલ કરી દેવામાં આવી હતી. જેમાં 50 લોકોના પોલીસને નિવેદન લીધા હતા. અકસ્માત સ્થળ રૂટના CCTV ફૂટેજ, તથ્યનો DNA રિપોર્ટ, FSL રિપોર્ટ સહિતનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. મધરાતે સર્જાયેલા અકસ્માત મામલે ઇસ્કોન બ્રિજ પર ટોળું ભેગું થયું હતું. ત્યારે પાછળથી પૂરપાટ ઝડપે આવતી જેગુઆર કારે ટોળાને કચડી માર્યા હતા. જેમાં 9 લોકોના મોત નીપજ્યા હતા. જ્યારે અન્ય કેટલાક લોકો ઘાયલ થયા હતા. આ દુર્ઘટનામાં એક પોલીસ કોન્સ્ટેબલ અને હોમગાર્ડ જવાનનું પણ મોત નીપજ્યું હતું.

સમચારા અપડેટ થઇ રહ્યા છે….


Related Posts