દેશનો પ્રથમ કિસ્સો- સુરતમાં માત્ર પાંચ દિવસના બાળકના અંગનું દાન પરિવારે કર્યુ

By: nationgujarat
01 Nov, 2023

દેશમાં અંગદાન અંગે લોકોમાં જાગૃતતા વધી છે જેનું ઉત્તમ ઉદાહરણ ગુજરાતના સુરતે આપ્યું છે. સુરતમાં ફકચ પાંચ દિવસના બાળકનું અંગ દાન કરવામાં આવ્યું. આ સાથે આ ઘટના વિશ્વમાં બીજી અને દેશની પહેલી ઘટના છે જે નાના બાળકનું અંગદાન કરવામાં આવ્યું. સુરતમાં હીરાના કારખાનામાં નોકરી કરતા અનુપને એક બાળક થયુ હતું પરંતુ બાળકનો જન્મ થયો ત્યારેથી બિમાર હતો શરીરના અંગો હલન ચલન કરતા ન હોવાથી બાળકને હોસ્પિટલ લઇ જવાયો હતો જયા ડોકટરે  બાળકને બચાવવાના પ્રયત્ન કર્યા પણ બ્રેઇન ડેડ જાહેર કરવામાં આવ્યો.

જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન દ્રારા આપવામાં આવેલ વિગત પ્રમાણે અનુપના બાળકના જન્મ પછી હલનચલન કરતુ ન હતું તેથી ચીલ્ડ્રન હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો. પરંતુ નિષ્ણાંત ડોકટરે બાળકને બ્રેઇન ડેડ જાહેર કર્યો હતો પરંતુ બાળકના અંગો ડોનેશન કરી શકાય છે તે અંગેની જાણ પરિવારને થતા તેમને બાળકના અંગો ડોનેટ કરવાનો નિર્ણય કર્યો. બાળકના ઘણા ટેસ્ટ કરવામાં આવ્યા અને અંગ દાન માટે બાળકને મઘર કેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યું હતું. IKDRC ની મદદથી બે કીડની અને બે આંખ દાનમાં લેવામાં આવી હતી. બાળકના અંગે નાના બાળકમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવશે.


Related Posts