IRM Energy IPO : ગેસ ડિસ્ટ્રિબ્યુશન કંપની 18 ઓક્ટોબરે IPO લાવશે, જાણો યોજનાની વિગતવાર માહિતી

By: nationgujarat
14 Oct, 2023

IRM Energy IPO : સિટી ગેસ ડિસ્ટ્રિબ્યુશન કંપની IRM Energy  ખૂબ જ ટૂંક સમયમાં તેનો IPO લઈને આવી રહી છે. કંપની પ્રાઇમરી માર્કેટ મારફતે પોતાનો સ્ટોક શેરમાર્કેટમાં લિસ્ટ કરશે. કંપનીએ બુધવારે આ અંગે જાણકારી આપી હતી. કંપનીએ તેના IPO માટે પ્રાઇસ બેન્ડ સહિત અન્ય વિગતો પણ જાહેર કરી છે. જો તમે એક રોકાણકાર તરીકે IPOમાં નાણાં રોકવાની ઈચ્છા ધરાવતા હોય તો હવે તમારી પાસે સારી તક છે. કંપનીનો IPO 18મી ઓક્ટોબરથી ખુલશે અને તમે અહીં 20મી ઓક્ટોબર સુધી પૈસા રોકી શકો છો.

IRM Energy IPOની અગત્યની માહિતી 

કંપનીએ આ IPOની પ્રાઇસ બેન્ડ નક્કી કરી છે. કંપની દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર IPO માટે પ્રાઈસ બેન્ડ 480-505 રૂપિયા પ્રતિ શેર નક્કી કરવામાં આવી છે. આ કંપની તેના IPO દ્વારા રૂ. 545 કરોડ એકત્ર કરવાની યોજના બનાવી રહી છે. આ IPO 18મી ઓક્ટોબરથી ખુલશે અને 20મી ઓક્ટોબરે બંધ થશે.

કંપની દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, હાલના શેરધારકોના 1.08 કરોડ ઇક્વિટી શેર IPO હેઠળ જારી કરવામાં આવશે. આ IPOમાં પાત્ર કર્મચારીઓ માટે રિઝર્વેશન પણ નક્કી કરવામાં આવ્યું છે અને તે કર્મચારીઓને શેર દીઠ 48 રૂપિયાનું ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવશે.

એકત્રિત નાણાં  ક્યાં ખર્ચાશે?

કંપનીએ જણાવ્યું હતું કે એકત્ર કરાયેલી રકમમાંથી રૂ. 307.26 કરોડનો ઉપયોગ મૂડી ખર્ચના ભંડોળ માટે કરવામાં આવશે. તમિલનાડુના બે શહેરોમાં સિટી ગેસ ડિસ્ટ્રિબ્યુશન નેટવર્કને વિસ્તારવા પર ફોકસ કરવામાં આવશે. આ સિવાય 135 કરોડ રૂપિયાની લોન ચૂકવવામાં આવશે. આ સિવાય આ રકમનો એક નાનો હિસ્સો સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે ઉપયોગમાં લેવાશે. કંપનીના આ IPOમાં 29 ઇક્વિટી શેર્સની લોટ સાઈઝ હશે.

જાણો કંપની વિશે

આ કંપની નેચરલ ગેસ અને કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસનું વિતરણ કરે છે. આ કંપની ગુજરાત, પંજાબ અને તમિલનાડુ જેવા શહેરોમાં સેવાઓ પૂરી પાડે છે. આ કંપની પાસે 69 CNG ફિલિંગ સ્ટેશન છે. બુક રનિંગ લીડ મેનેજર વિશે વાત કરો: HDFC બેંક અને બેંક ઓફ બરોડા આ IPOના બુક રનિંગ લીડ મેનેજર છે. આ કંપનીનો IPO NSE અને BSE બંને પર લિસ્ટ થશે.


Related Posts

Load more