વિપક્ષે ગંઠબંઘનનું નામ INDIA કોના કહેવાથી રાખ્યું, જાણો

By: nationgujarat
19 Jul, 2023

 

વર્ષ 2024માં ભાજપ સામે  અન્ય રાજકીય પાર્ટીઓેએ એકજૂટ થઇ ચૂંટણીમાં સફળ થવા ભેગા થયા છે. આ અંગે કોંગ્રેસે બેગલુરુમાં 17-18 તારીખે બેઠક બોલાવી ચિંતન કર્યુ. આ બેઠકમાં 26 પાર્ટીના નેતાઓ હાજર રહ્યા હતા. આ બેઠકમાં વિપક્ષના 26 પાર્ટી જે ભાજપને હરાવવા ભેગી થઇ તેના એક સમુહને I.N.D.I.A નામ આપ્યું છે. ઇન્ડિયન નેશનલ ડેવલપમેન્ટ એકલુસીવ એલાયન્સ નામ રાખવામાં આવ્યું છે. હવે આ નામ કોણે રાખ્યું છે તે જાણવા લોકોમાં ચર્ચા ચાલી રહી છે તો અમે જણાવી દઇએ કે આ ગંઠબંઘનનું નામ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આપ્યું છે. આ નામને રાહુલ ગાંધીએ પણ સમર્થન આપ્યું છે. આ નામ મામલે કોંગ્રેસના પ્રવકતા સુપ્રિયા સુલેએ જણાવ્યું કે દળમાં આવેલા તમામ નેતાઓના સમર્થનથી આ નામ રાખવામાં આવ્યું છે. આ નામનો વિચાર રાહુલ ગાંઘીએ આપ્યો હતો.

INDIA નામને લઇ વિપક્ષના નેતામાં સહમતી નથી.

રાજકીય સુત્રના મતે નિતિશ કુમાર એ INDIA નામ પર વિરોધ કર્યો છે. નીતીશ કુમાર અંગ્રેજીમાં નામ રાખવા માંગતા ન હતા. વિરોઘી દળના નેતાને એક સાથે બેઠકમાં લાવવા માટે મહત્વની ભૂમિકા નિભાવી છે. વિરઘી દળની આગામી બેઠક મુંબઇમાં થવા જઇ રહી છે. જો કે વિરોધી દળોએ તેમના નેતા અંગે કોઇ ફાડ પાડી નથી કે તેમનો નેતા કોણ હશે. વિરોધી દળો ભેગા તો થયા છે પણ તેમનો સંકલ્પ શું દેશ માટે નો રોડ મેપની ચર્ચા કરવામાં ન આવી પરંતુ કેવી રીતે ભેગા રહેવું તે અંગે ચર્ચા કરવી પડે તે દેશની રાજકીય પાર્ટીઓ માટે શરમજનક ચિત્ર હતું.  વિરોધી દળો ભેગા થઇ દેશને આવનાર દિવસોમાં કઇ દિશામાં લઇ જવું જે ભાજપ નથી કરી શક્યુ તે અમે કરીશું તેવી કોઇ વાત કેમ ન  થઇ તે પણ વિચારવા જેવું છે.

જો કે એનડીએ ની બેઠકમાં મોદીએ વિપક્ષ પર પ્રહાર કર્યા

દેશમાં રાજનીતી સ્પર્ધાત્મક હોવી જોઇે પણ દુશમના વટ રીતે નહી.આજે વિપક્ષે એનડીએને ગાળો આપવાનું કામ કર્યુ છે. વિપક્ષ ગમે તેટલી ગાળો આપે આપણે તેમને દેશના હિતમાં સાથે રહી ચાલ્યા છીએ. એનડીએ સરકારે પ્રણવ મુખર્જીને ભારત રત્ન આપ્યો, મુલાયમ, શરદ પવાર,ગુલામ નવી આઝાદ જેવા નેતાને પદ્મશ્રી એવોર્ડ આપ્યા છે. એનડીએમાં આપણે ન માત્ર આજની જરૂરીયાતને ધ્યાને રાખી કામ કરીએ છીએ પરંતુ આવનાર પેઢીને ધ્યાને રાખી કામ કરીએ છીએ. આપણે વિકાસ સાથે વિરાસતને પણ સાચવી રહ્યા છીએ.

સામાન્ય સવાાલ

શું વિરોધી દળો ભેગા થઇ લોકસભા ચૂૂંટણીમાં જીત મેળવે તો શું તેવો મોદી જેવું નેતૃત્વ કરી શકે. શું કોંગ્રેસે 65 વર્ષ દેશમાં સાશસન કર્યુ પણ દેશને આત્મનિર્ભર કરવા તરફ કેમ કોઇ પગલા લીધા નહી તેનો જવાબ જનતાને આપવો જ પડેશે. શું મોદ જે રીતે વિદેશમાં ભારતનું નામ વઘારી રહ્યા છે તે  કામ વિરોધ પાર્ટીના કયા નેતા સારુ કરી શકશે તે અંગે પણ વિરોધી દળોએ સંયુકત પ્રેસ કરી જણાવવું જોઇએ.


Related Posts

Load more