Insects in Maggi Packet: જો તમે પણ અવારનવાર મેગી ખાનારા લોકોમાંથી છો તો હવેથી મેગીનું પેકેટ ખોલો તો નુડલ્સ બરાબર ચેક કરજો. કારણકે મુંબઈના કલ્યાણ વિસ્તારમાં એક ગ્રાહક એ દાવો કર્યો છે કે તેણે ખરીદેલા મેગીના પેકેટમાંથી જીવાત અને લારવા નીકળ્યા. સામાન્ય રીતે લોકો મેગીના પેકેટ પર એક્સપાયરી ડેટ ચેક કરતા હોય છે. પરંતુ હવે આ ઘટના પછી લાગે છે કે મેગી નુડલ્સને પાણીમાં ઉકાળવા મુકતા પહેલા પણ બરાબર ચેક કરવા પડશે. આ ઘટના શું છે અને આ મામલે નસ્લે ઇન્ડિયાએ શું સ્પષ્ટતા કરી છે ચાલો તમને પણ જણાવીએ.
મેગી ખાવાના શોખીનોની સંખ્યા લાખો-કરોડોમાં હશે. ગણતરીની મિનિટોમાં બની જતી મેગી નાના-મોટા સૌ કોઈની ફેવરેટ હોય છે. પરંતુ આ સમાચાર વાંચ્યા પછી તમે મેગી નુડલ્સ ખરીદતા પહેલા બે વખત વિચાર કરશો. આ ઘટના મુંબઈની છે. મુંબઈના કલ્યાણ વિસ્તારમાં એક ગ્રાહકે મેગી પેકેટ ખરીદ્યું હતું. આ પેકેટ પર મેગીની એક્સપાયરી ડેટ ફેબ્રુઆરી 2027 નોંધેલી હતી. જ્યારે આ વ્યક્તિ એ ઘરે જઈને મેગીનું પેકેટ ખોલ્યું તો તેમાંથી લારવા અને જીવાત નીકળી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ ઘટના પછી દેશભરમાં ખળભળાટ બચી ગયો છે.
મુંબઈની આ ઘટના પછી ફરી એક વખત મેગીની ગુણવત્તાને લઈને પ્રશ્ન ઉભા થયા છે. મેગીના પેકેટમાંથી લારવા અને જીવાત નીકળ્યા પછી પેકેટમાં મળતા ફૂડની ગુણવત્તા અને ખાદ્ય સુરક્ષાને લઈને પણ ચિંતા અને ચર્ચા તેજ થઈ ગઈ છે. મહારાષ્ટ્ર ખાદ્ય એવં ઔષધી પ્રશાસનને મળેલી ફરિયાદના આધારે સંબંધિત વસ્તુના નમુના ટેસ્ટ માટે મોકલવાની માંગ કરવામાં આવી છે. જેથી તપાસ પછી સ્પષ્ટ કરી શકાય કે આ આરોપ કેટલા સાચા છે.
મેગીમાંથી જીવાત નીકળ્યા અંગે નેસ્લે ઇન્ડિયાનો જવાબ
મેગી એવી વસ્તુ છે જેનાથી સંબંધિત કોઈપણ ફરિયાદ હોય તો તે આગની જેમ ફેલાઈ જાય છે. આ મામલે નસ્લે ઇન્ડિયાએ સ્પષ્ટતા કરી છે કે મીડિયા રિપોર્ટ્સના માધ્યમથી તેમને આ અંગે જાણકારી મળી છે. કંપનીના પ્રવક્તાનું કહેવું છે કે હાલની સ્થિતિમાં કંપની આ ફરિયાદની પ્રમાણિકતાને લઈને કોઈ નિષ્કર્ષ કરી શકે નહીં. કારણ કે અત્યાર સુધી કોઈ પણ ગ્રાહક કે પછી સરકારી અધિકારી તરફથી તેમનો સંપર્ક આવી ફરિયાદને લઈને કરવામાં નથી આવ્યો. નસ્લે ઇન્ડિયાના પ્રવક્તા નું કહેવું છે કે કંપની દરેક પ્રોડક્ટની ગુણવત્તા અને ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે કડક નિયંત્રણ અને તપાસમાંથી પસાર થાય છે. વસ્તુની ગુણવત્તાની તપાસ કાચા માલની ખરીદીથી શરૂ થાય છે અને વસ્તુના પેકેજીંગ સુધી ગુણવત્તા અને સુરક્ષાને સુનિશ્ચિત કરવામાં આવે છે.
નેસ્લે ઇન્ડિયા નું કહેવું છે કે તેઓ ગ્રાહકને સુરક્ષિત અને ગુણવત્તા પૂર્ણ વસ્તુ આપવા માટે પ્રતિબદ્ધ છે અને આ વાતનું ધ્યાન તેઓ રાખે છે. કંપનીનું કહેવું છે કે જે પ્રોડક્ટને લઈને ગ્રાહક તરફથી દાવો કરવામાં આવ્યો છે તેનું સત્ય નમુનાની તપાસ કરી અને અધિકારીક સ્તર પર કાર્યવાહી કરવાથી સામે આવી જશે..
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી પર આધારિત છે. nationgujarat.com તેની પુષ્ટિ કરતું નથી.)