મહેસૂલ વિભાગે ભાંગરો વાટ્યો, મૃત અધિકારીનો બદલીનો આદેશ આપ્યો

By: nationgujarat
25 Jul, 2023

રાજ્યના મહેસુલ વિભાગની ગંભીર ભૂલ સામે આવી છે.. મહેસુલ વિભાગે અવસાન પામેલા કર્મચારીની બદલીનો ઓર્ડર કરી દીધો હતો. કે સી ચરપોટ નામના અધિકારીનું અવસાન થયું હોવા છતાં મહેસુલ વિભાગે તેની બદલી કરી નાખી. ભૂલ સમજાતા મહેસુલ વિભાગે બદલીનો ઓડર રિવાઇઝ કર્યો.

મહેસુલ વિભાગે ગઈ કાલે 14 જેટલા મામલતદારોની બદલી ઓર્ડર કર્યા હતો, જેમાં કે.સી.ચરપોટ નામના એક અધિકારીની બદલી પણ શામેલ હતી.. બદલીના ઓર્ડરનું જે લિસ્ટ હતું.. તેમાં 8 નંબર પર કે.સી.ચરપોટનું નામ જોવા મળ્યુ હતું.  તેમની હાલની પોસ્ટિંગ પંચમહાલ જિલ્લામાં પબ્લીક રીલેશન ઓફિસર તરીકે બતાવાઇ છે.. અને તેમની બદલી પંચમહાલના ડિઝાસ્ટર મામલતદાર તરીકે કરવાનો ઓર્ડર તૈયાર કરાયો હતો.. જો કે બાદમાં મહેસુલ વિભાગને તેની ભૂલ સમજાઇ હતી.અને રિવાઇઝ બદલી ઓર્ડર ઇશ્યુ કર્યો હતો. જેમાંથી તેમનું નામ દુર કરવામાં આવ્યુ હતું.

જો કે આ ઘટનાએ મહેસુલ વિભાગ કેટલુ લાપરવાહ છે તે વાત છતી કરી હતી


Related Posts