શેરબજારમાં તોફાની શરૂઆત બાદ અચાનક મોટો કડાકો, સેન્સેક્સ-નિફ્ટી ફરી કડડભૂસ

By: nationgujarat
03 Mar, 2025

Stock Market Today: વૈશ્વિક સ્તરે અનિશ્ચિતતાઓના વાદળો વચ્ચે ભારતીય શેરબજાર વોલેટાઈલ બન્યા છે. ફેબ્રુઆરીમાં મોટો કડાકો નોંધાયા બાદ માર્ચની શરૂઆત પોઝિટિવ નોટ સાથે કરી હતી. જો કે, થોડી જ ક્ષણોમાં માર્કેટ કડડભૂસ થયા હતાં. રોકાણકારોને વધુ 3 લાખ કરોડનું નુકસાન થયુ હતું. શેરબજારમાં કડાકાના પગલે સૌથી વધુ નુકસાન સ્મોલકેપ શેરોમાં જોવા મળ્યું છે. આજે બીએસઈ સ્મોલકેપ ઈન્ડેક્સ વધુ 1000 પોઈન્ટ તૂટ્યો છે.

સેન્સેક્સ ઉછાળા સાથે ખૂલ્યા બાદ 451.62 પોઈન્ટ સુધર્યો હતો. જો કે, બાદમાં 401.06 પોઈન્ટનો કડાકો નોંધાયો હતો. 10.40 વાગ્યે સેન્સેક્સ 198 પોઈન્ટના કડાકે 73000.10 પર ટ્રેડ થઈ રહ્યો હતો.

નિફ્ટીએ સપોર્ટ લેવલ તોડ્યું

માર્કેટમાં ઉથલ-પાથલના કારણો

સ્થાનિક સ્તરે જીડીપીના મજબૂત ડેટા, તેમજ વૈશ્વિક રેટિંગ એજન્સીઓ દ્વારા દેશનો આર્થિક ગ્રોથ વેગવાન રહેવાની સંભાવનાઓને પગલે શેરબજારમાં ઉછાળો જોવા મળ્યો હતો. જો કે, એફઆઈઆઈનું વેચાણ પ્રેશર, તેમજ ટેરિફ વોર, જિઓ-પોલિટિકિલ ક્રાઈસિસે માર્કેટ પર પ્રેશર બનાવ્યું છે. અમેરિકાની ચીન પર 10 ટકા ટેરિફ લાદવાની નીતિ આ સપ્તાહે લાગુ થવાની છે. સામે ચીને પણ કૃષિ પ્રોડક્ટ્સ પર ટેરિફ લાદવાની તૈયારી દર્શાવી છે.  બીજી તરફ યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં યુક્રેન શાંતિ કરાર કરવા તૈયાર ન હોવાની અટકળોએ જિઓ પોલિટિકલ ક્રાઈસિસ વધી છે.

IT અને ટેક્નોલોજી શેર્સ સુધર્યા

શેરબજારમાં સાર્વત્રિક વેચવાલીના માહોલ વચ્ચે આઈટી અને ટેક્નોલોજી શેર્સમાં આજે સુધારો જોવા મળ્યો છે. બીએસઈ સેન્સેક્સ ખાતે પણ ઈન્ફોસિસ 1.56 ટકા, ટેક્.મહિન્દ્રા 0.50 ટકા, એચસીએલ ટેક 0.36 ટકા, ટીસીએસ 0.42 ટકા, ઉછાળા સાથે ટ્રેડ થઈ રહ્યા છે. વિપ્રોનો શેર પણ 2.32 ટકા ઉછાળ્યો છે.


Related Posts

Load more