બિહારના બક્સર પાસે નોર્થ ઈસ્ટ એક્સપ્રેસ પાટા પરથી ઉતરી ગઈ છે. આ અકસ્માત તૌરીગંજ અને રઘુનાથપુર વચ્ચે થયો હતો. આ અકસ્માત તૌરીગંજ અને રઘુનાથપુર વચ્ચે થયો હતો. વહેલી સવાર સુધી અકસ્માત સ્થળે રાહત અને બચાવ કાર્ય ચાલુ હતું. આ અકસ્માતમાં કુલ ચાર લોકોના મોત થયા છે. કુલ 80 જેટલા લોકો ઘાયલ થયા છે. તેમાંથી કેટલાકને રઘુનાથપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, કેટલાકને અરાહ અને બક્સરમાં અને કેટલાકને AIIMS પટના અને IGIMS પટનામાં દાખલ કરવામાં આવ્યા છે. રેલવે અધિકારીઓ ઘટનાસ્થળે હાજર છે. આ ટ્રેન દિલ્હીથી કામાખ્યા જઈ રહી હતી. આ ટ્રેન દિલ્હીથી કામાખ્યા જઈ રહી હતી.ઈસ્ટ સેન્ટ્રલ રેલવેના જનરલ મેનેજરના જણાવ્યા અનુસાર રઘુનાથપુર સ્ટેશન પાસે નોર્થ ઈસ્ટ એક્સપ્રેસ ટ્રેનના 21 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા.
દુર્ઘટના બાદ રેલવે અધિકારીએ માહિતી આપી હતી કે દિલ્હીના આનંદ વિહાર ટર્મિનલથી આસામના કામાખ્યા જઈ રહેલી 12506 નોર્થ ઈસ્ટ એક્સપ્રેસના છ ડબ્બા બુધવારે બક્સર જિલ્લાના રઘુનાથપુર સ્ટેશન નજીક પાટા પરથી ઉતરી ગયા હતા.અધિકારીએ જણાવ્યું હતું કે અકસ્માત રાત્રે 9.53 વાગ્યે થયો હતો અને ત્યાં જાનહાનિની સંખ્યા અંગે કોઈ તાત્કાલિક માહિતી ન હતી.
રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે કહ્યું હતું કે, “બક્સરમાં જ્યાં ટ્રેનના ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા ત્યાં બચાવ કાર્ય યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે. નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF), સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (SDRF), જિલ્લા વહીવટીતંત્ર, રેલવે અધિકારીઓ અને સ્થાનિક રહેવાસીઓ એક ટીમ તરીકે કામ કરી રહ્યા છે. ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. વોર રૂમ કાર્યરત છે.