વેસ્ટ ઈન્ડિઝે 5 મેચની ટી-20 શ્રેણી 3-2થી જીતી લીધી છે. વેસ્ટ ઈન્ડિઝે ભારતને 6 વર્ષ બાદ દ્વિપક્ષીય T20 શ્રેણીમાં હરાવ્યું છે. છેલ્લી મેચમાં ટીમ માટે બ્રેન્ડન કિંગે 55 બોલમાં અણનમ 85 રન બનાવ્યા હતા. જ્યારે નિકોલસ પૂરને 47 રન બનાવ્યા હતા.
ભારતીય બોલિંગમાં કોઈ પણ શાનદાર પ્રદર્શન કરી શક્યું નથી. ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ અને સ્પિનર તિલક વર્માને 1-1 વિકેટ મળી હતી. તેના સિવાય કોઈ બોલર વિકેટ લેવામાં સફળ થઈ શક્યો નહોતો.
બીજી તરફ ભારતીય ટીમ માટે આ મેચમાં સૂર્યકુમાર યાદવે 45 બોલમાં 61 રનની અડધી સદીની ઇનિંગ રમી હતી. જ્યારે તિલક વર્માએ 18 બોલમાં 27 રન બનાવ્યા હતા. વિન્ડીઝ તરફથી રોમારીયો શેફર્ડે 4 જ્યારે જેસન હોલ્ડર અને અકીલ હુસૈને 2-2 વિકેટ ઝડપી હતી.
મેચમાં 166 રનના ટાર્ગેટનો પીછો કરતા વેસ્ટ ઈન્ડિઝે 2 વિકેટ ગુમાવીને 171 રન બનાવીને મેચ જીતી લીધી હતી. ટીમ માટે બ્રેન્ડન કિંગે 55 બોલમાં અણનમ 85 રન બનાવ્યા હતા. જ્યારે નિકોલસ પૂરને 47 રન બનાવ્યા હતા. જ્યારે ભારતીય બોલિંગમાં કોઈ અદભૂત દેખાડી શક્યું ન હતું. ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ અને સ્પિનર તિલક વર્માને 1-1 વિકેટ મળી હતી. તેના સિવાય કોઈ બોલર વિકેટ લેવામાં સફળ થઈ શક્યો નહોતો.
ટીમ ઇન્ડિયાની બોલિંગની વાત કરીએ તો બોલરને યોગ્ય સમયે યુટીલાઇસ પંડયા ન કરી શકયો હોવાનું એક મહત્વનું કારણ સામે આવ્યું છે. ચહલ અને યાદવને સ્પીનર તરીકે પાવરપ્લેમાં ઓવર આપીને મોટી ભુલ કરી હોય તેમ એક્સપર્ટ કહી રહ્યા છે. પાવર પ્લેમાં સમયે વરસાદ પડી ગયો હતો ગ્રાઉન્ડ ભીનુ હતું અને પંડયાએ સ્પીનરરને આવોર કેમ આપી તે સવાલ થઇ રહ્યો છે તો સતત નિષ્ફળ રહેનાર બોલરને અર્શદિપ સિંહને કેમ વાંરવાર ટીમમાં સ્થાન મળે છે તે પણ સવાલ થાય છે અર્શદિપે માત્ર 2 ઓવર નાખી અને તેમાં પણ 20 રન આપી દીધા તો ચહલ એ 4 ઓવરમાં 51 રન આપ્યા અક્ષર પટેલને પાવરપ્લેમાં કેમ આવર ન આપી અને માત્ર એક જ ઓવર આપી તે પણ સવાલ ચાહકોમાં થઇ રહ્યો છે. એકદંરે જોઇએ તો બોલિગ ખૂબ જ ખરાબ હતી બેટીંગ તો હતીજ પણ બેટીંગની ભૂલ કવર બોલિંગમાં થશે તેમ આશા હતી જે પાણીમાં ફેરવાઇ ગઇ અને અંતે ભારત વેસ્ટઇન્ડિઝ સામે ટી 20 સિરિઝ હારી ગઇ