ભારત એશિયા કપ 2023ની ફાઈનલમાં પ્રવેશ કરી ચુક્યું છે. ટીમે તેની બીજી સુપર-4 મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન શ્રીલંકાને રસાકરી ભરેલી મેચમાં41 રનથી હરાવ્યું,એક સમયે શ્રીલંકાની સાતમી વિકેટ ભાગીદારી મેચ જીતાડી જશે તેમ લાગતુ હતું અને મેચમાં ભારતીય ફેન્સે આશા મુકી દીધી હતી કે હવે મેચ જીતશે ભારત પણ રહીત સહિત સમગ્ર ટીમ જીત માટે મકક્મ હતી અને રોહીતે પહેલા બુમરાહને સાતમીવિકેટ લેવા ઓવર આપી પણ તેમાં ટીમને સફળતા ન મળી જો આ કામ પંડયા એ કરી બતાવ્યું
કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં ભારતે ટૉસ જીતીને પ્રથમ બેટિંગ કરી અને 213 રન બનાવ્યા હતા. જવાબમાં શ્રીલંકાની ટીમ 41.3 ઓવરમાં 172 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી.
14મીએ શ્રીલંકા-પાકિસ્તાન મેચ નોકઆઉટ જેવી હશે
સુપર-4 તબક્કામાં ભારતના 4 પોઈન્ટ છે. હવે શ્રીલંકા અને પાકિસ્તાન વચ્ચે 14 સપ્ટેમ્બરે રમાનારી મેચ નોકઆઉટ જેવી હશે. કારણ કે બંને ટીમના 2-2 પોઈન્ટ છે, જે પણ ટીમ જીતશે તે 4 પોઈન્ટ સાથે ફાઈનલમાં પહોંચનારી બીજી ટીમ બનશે. બાંગ્લાદેશ ભારત સામે છેલ્લી મેચ જીતે તો પણ માત્ર 2 પોઈન્ટ જ મેળવી શકશે, આથી તે બહાર થઈ રહેશે.
પાવરપ્લેમાં શ્રીલંકાએ 3 વિકેટ ગુમાવી દીધી
214 રનના લક્ષ્યને ચેઝ કરવા આવેલી શ્રીલંકાની ટીમની શરૂઆત ખરાબ રહી હતી. ટીમે ત્રીજી ઓવરમાં પથુમ નિસાન્કા (6 રન)ની વિકેટ ગુમાવી હતી. કુસલ મેન્ડિસ (15 રન)એ ઇનિંગને સંભાળવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે પણ સાતમી ઓવરમાં બુમરાહનો શિકાર બન્યો હતો. આઠમી ઓવરમાં મોહમ્મદ સિરાજે દિમુથ કરુણારત્ને (2 રન)ને પેવેલિયન મોકલ્યો હતો. શ્રીલંકાએ પ્રથમ 10 ઓવરમાં 39 રન બનાવ્યા બાદ 3 વિકેટ ગુમાવી દીધી હતી.
આવી રીતે પડી શ્રીલંકાની વિકેટ…
પહેલી: ત્રીજી ઓવરના પહેલા બોલે બુમરાહએ ગુડ લેન્થ બોલ નાખ્યો, જેને ડિફેન્ડ કરવા જતા પથુમ નિસાન્કાથી એડ્જ વાગતા વિકેટકીપર કેએલ રાહુલે શાનદાર કેચ કર્યો હતો.
બીજો: સાતમી ઓવરના ચોથા બોલે બુમરાહે સ્લોઅર બોલ નાખ્યો, જેને મેન્ડિસ રમી ન શકતા કવર પર ઊભેલા સબસ્ટીટ્યૂટ ફિલ્ડર સૂર્યકુમાર યાદવે કેચ કર્યો હતો.
ત્રીજી: આઠમી ઓવરના પહેલા બોલે સિરાજે લેન્થ બોલ નાખ્યો, જેને દિમુથ કરુણારત્ને કટ શોટ મારવા જતા એડ્જ વાગી અને સ્લિપ પર ઊભેલા શુભમન ગિલે શાનદાર કેચ્ કર્યો હતો.
ચોથી: 18મી ઓવરના ત્રીજા બોલે કુલદીપે બોલ નાખ્યો, જેમાં સદીરા સમરવિક્રમા આગળ આવીને રમવા ગયો, પણ મિસ થઈ જતા વિકેટ પાછળ ઊભેલા કેએલ રાહુલે તેને સ્ટમ્પ્ડ કર્યો હતો.
પાંચમી: 20મી ઓવરના બીજા બોલે કુલદીપના બોલ પર ચરિથા અસલંકા સ્વિપ શોટ મારવા ગયો, પણ એડ્જ વાગતા વિકેટકીપર કેએલ રાહુલે ડાઇવ મારીને કેચ કર્યો હતો.
છઠ્ઠી: 26મી ઓવરના પહેલા બોલે રવીન્દ્ર જાડેજાએ લેન્થ બોલ નાખ્યો, જેને ટર્ન થતા કેપ્ટન શનાકાથી એડ્જ વાગતા સ્લિપમાં ઊભેલા કેપ્ટન રોહિત શર્માએ કેચ કર્યો હતો.
સાતમી: 38મી ઓવરના ત્રીજા બોલે જાડેજાએ ફૂલ લેન્થ પર બોલ નાખ્યો, જેને લોંગ-ઑફ પરથી શોટ મારવા જતા ટાઇમિંગ ના આવતા સર્કલની અંદર જ ઊભેલા શુભમન ગિલે કેચ કર્યો હતો.
આઠમી: 41મી ઓવરના પાંચમા બોલે હાર્દિકે સ્ટમ્પ પર લેન્થ બોલ નાખ્યો, જેને થિક્સાના મિડ ઓન સાઇડ મારવા ગયો, પણ ત્યાં ઊભેલા સબસ્ટીટ્યૂટ પ્લેયર સૂર્યકુમાર યાદવે શાનદાર ડાઇવ મારીને કેચ કર્યો હતો.
નવમી: 42મી ઓવરના પહેલા બોલે જ કુલદીપે ત્રીજી સફળતા મેળવતા કસુન રજીથા બોલ્ડ થયો હતો.
દસમી: 42મી ઓવરના ત્રીજા બોલે કુલદીપે ચોથી વિકેટ લેતા મથીશ પથિરાનાને બોલ્ડ કર્યો હતો.