India Vs South Africa Series: સાઉથ આફ્રિકા ભારતીય સિરીઝથી કરશે મોટી કમાણી જાણો

By: nationgujarat
11 Dec, 2023

ઓસ્ટ્રલીયા સાથે ઘર આંગણે સિરિઝ પુર્ણ કર્યા પછી ભારતીય ટીમ દક્ષિણ આફ્રિકાના પ્રવાસે છે, જ્યાં બંને ટીમો વચ્ચે 3 T20, 3 ODI અને 2 ટેસ્ટ મેચની શ્રેણી રમવાની છે. આ પ્રવાસ રવિવાર (10 ડિસેમ્બર)થી શરૂ થશે. આ દિવસે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે T20 શ્રેણીની પ્રથમ મેચ ડરબનમાં રમાવાની હતી પરંતુ વરસાદને કારણે તે મેચ રમાઇ નથી

ભારતીય ટીમનો આ પ્રવાસ તેના માટે આર્થિક રીતે ઘણો મહત્વનો સાબિત થવાનો છે. દક્ષિણ આફ્રિકાના બોર્ડને આ શ્રેણીની તમામ 8 મેચોમાંથી બમ્પર નફો મળવાનો છે.ભારતીય ટીમનો દક્ષિણ આફ્રિકા પ્રવાસ લગભગ 29 દિવસ ચાલવાનો છે. ક્રિકેટ સાઉથ આફ્રિકા આ ​​પ્રવાસમાંથી એટલી કમાણી કરશે કે તે તેની ખોટ પૂરી કરશે અને પછી પણ પૈસાની બચત થશે.સૂર્યકુમાર યાદવ T20માં, કેએલ રાહુલ વનડેમાં અને રોહિત શર્મા ટેસ્ટમાં કમાન સંભાળશે. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની શ્રેણી 10 ડિસેમ્બરે T20 થી શરૂ થઇ છે અને પ્રવાસ 3 થી 7 જાન્યુઆરી સુધી ટેસ્ટ સ્વરૂપે સમાપ્ત થશે.

ક્રિકબઝના અહેવાલ મુજબ, ભારતીય ટીમના પ્રવાસથી ક્રિકેટ સાઉથ આફ્રિકા બોર્ડ (CSA)ના તિજોરીમાં $68.7 મિલિયન (આશરે રૂ. 573 કરોડ) લાવશે. CSAએ કહ્યું કે તેને છેલ્લા 3 વર્ષમાં કુલ $28.5 મિલિયન (લગભગ રૂ. 237.70 કરોડ)નું નુકસાન થયું છે. આવી સ્થિતિમાં ભારતીય ટીમનો પ્રવાસ ન માત્ર નુકસાનને ભરપાઈ કરશે પરંતુ આવનારા વર્ષો માટે પૂરતા પૈસા પણ જનરેટ કરશે.

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) વિશ્વનું સૌથી ધનિક ક્રિકેટ બોર્ડ છે. ગયા મહિને BCCIની નેટવર્થ લગભગ 18 હજાર કરોડ રૂપિયા હતી. નેટવર્થની દૃષ્ટિએ દક્ષિણ આફ્રિકાનું બોર્ડ છઠ્ઠા સ્થાને છે. તેમની કુલ સંપત્તિ 47 મિલિયન ડોલર છે. તમને જણાવી દઈએ કે ભારતીય ટીમના પ્રવાસ વિના દક્ષિણ આફ્રિકા માટે ભવિષ્યમાં ટકી રહેવું ખૂબ મુશ્કેલ હશે.

ભારત અને આફ્રિકા વચ્ચે પહેલી મેચ વરસાદને કારણે રદ થતા હવે બીજી મેચ 12 ડિસેમ્બરે રમાશે અને ત્રીજી અને અંતિમ મેચ 14 ડિસેમ્બરના રોજ રમાશે.


Related Posts

Load more