ભારત અને ઈંગ્લેન્ડ વર્લ્ડ કપ 2023ની 29મી મેચ આજે એટલે કે 29મી ઓક્ટોબરે લખનૌના એકાના સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મેચમાં ઈંગ્લેન્ડની ટીમના કેપ્ટન જોસ બટલરે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. વર્લ્ડકપમાં પ્રથમ વખત ટીમ ઈન્ડિયા પ્રથમ દાવમાં બેટિંગ કરવા આવી હતી. બંને ટીમોમાં કોઈ ફેરફાર જોવા મળ્યો નથી.
ભારતીય ટીમમાંથી રોહીત શર્માએ સૌથી વધુ સ્કોર કર્યો રોહીત શર્માંએ 87 રન કર્યા જો રોહીત શર્માં 40 ઓવર સુધી રમ્યો હોત તો ભારત એક મજબૂત સ્કોર કર્યો હોત. અય્યરે આ વખતે પણ નિરાશ કર્યા શ્રેયસ અય્યર સામે આ મેચમાં સારો સ્કોર કરવાની તક હતી પરંતુ તેને નિરાશ કર્યા છે રોહીતે અય્યરને બીજી મેચમાં ચોક્કસ રમાડવા અંગે વિચાર કરવો જોઇએ. તો સુર્યા કુમારનો સુરજ પણ ખાસ ચમકયો નહી તેણે 49 રન કર્યા . 270 રનનો સ્કોર થઇ શકે તેમ હતો પરંતુ કોઇ રોહીત અને સુર્યા કુમાર સિવાય ટોપના કોઇ બેટર સારુ રમ્યા જ નહી. ગીલ, કોહલી અને અય્યરનો સ્કોર ભેગો કરોતો પણ 20 રન નથી થતો. ગીલ 0 કોહલી 0 અય્યર 4 રન કરી આઉટ થયો છે.
Fall of wickets: 1-26 (Shubman Gill, 3.6 ov), 2-27 (Virat Kohli, 6.5 ov), 3-40 (Shreyas Iyer, 11.5 ov), 4-131 (KL Rahul, 30.2 ov), 5-164 (Rohit Sharma, 36.5 ov), 6-182 (Ravindra Jadeja, 40.3 ov), 7-183 (Mohammed Shami, 41.2 ov), 8-208 (Suryakumar Yadav, 46.2 ov) • DRS
મેચમાં ઇંગ્લેન્ડે સારી બોલીગ અને ફિલ્ડીંગ કરી છે. બોલરોએ પ્રોપર લાઇન લેન્થમાં પીચની મદદ મળતા સારી બોલીગ કરી છે. ઇંગ્લેન્ડ તરફથી ડેવીડ વિલી સફળ બોલર રહ્યો તેણે 10 ઓવર 2 મેડર 45 રન અને 3 વિકેટ લીધી છે .આદીલ રશીદ 10 ઓવર 35 રન 2 વિકેટ ઇંગ્લેન્ડે 6 બોલર અજમાવ્યા હતા.
ઈંગ્લેન્ડ સામે પ્રથમ બેટિંગ કરવા આવેલી ભારતીય ટીમની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. ટીમે 12 ઓવરમાં જ શુભમન ગિલ, વિરાટ કોહલી અને શ્રેયસ ઐયરની વિકેટ ગુમાવી દીધી હતી. ભારતે પ્રથમ પાવરપ્લેમાં બે વિકેટ ગુમાવીને માત્ર 35 રન બનાવ્યા હતા. આ પછી રોહિત શર્મા અને કેએલ રાહુલ વચ્ચે ત્રીજી વિકેટ માટે 91 રનની ભાગીદારી થઈ હતી. કેએલ રાહુલ 58 બોલમાં 39 રન બનાવીને આઉટ થયો હતો. ભારતીય કેપ્ટન રોહિત શર્માએ સારી ઇનિંગ રમી હતી પરંતુ તે ટૂર્નામેન્ટની પોતાની બીજી સદી ફટકારવામાંથી ચૂકી ગયો હતો. રોહિતે 101 બોલમાં 87 રન બનાવ્યા હતા. રોહિતના આઉટ થયા બાદ રવિન્દ્ર જાડેજા વધુ સમય સુધી ક્રિઝ પર ટકી શક્યો નહોતો અને માત્ર 8 રન બનાવીને આઉટ થયો હતો. મોહમ્મદ શમીએ 5 બોલમાં એક રન બનાવ્યો હતો.