Live – ભારતને ત્રીજી સફળતા, મીરાઝ 3 રન પર આઉટ, સ્પીનરને મળી 2 વિકેટ સ્કોર 136/3

By: nationgujarat
19 Oct, 2023

ભારત અને બાંગ્લાદેશ વર્લ્ડ કપ 2023 ની 17મી મેચ પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મેચમાં બાંગ્લાદેશે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. શાકિબ અલ હસન ઈજાના કારણે આજની મેચ રમી રહ્યો નથી, તેના સ્થાને નઝમુલ હસન શાંતો કેપ્ટનશીપ કરી રહ્યો છે. ભારતે પ્લેઈંગ 11માં કોઈ ફેરફાર કર્યો નથી. ભારતીય ટીમે તેની પ્રથમ ત્રણ મેચ જીતી લીધી છે અને તે બાંગ્લાદેશ સામે જીત ટૂર્નામેન્ટમાં સતત ચોથી પ્રયાસ કરશે. વર્લ્ડ કપ 2023માં બે અપસેટ જોવા મળ્યા છે અને ભારત સામેની છેલ્લી ચાર મેચોમાં બાંગ્લાદેશના રેકોર્ડને જોતા ટીમ આ મેચમાં કોઈ જોખમ લેવાનું ટાળવા માંગે છે.

હાર્દિક પંડ્યા બોલિંગ કરતા ઇજાગ્રસ્ત થયો છે દોડવા સમયે દુખાવો થતા હાર્દીક હાલ પેવેલ્યનમાં જવું પડયું. તેની જગ્યાએ વિરાટ કોહલી ઓવર પૂરી કરશી. વિરાટ કોહલીએ ત્રણ બોલ ફેંક્યા અને બે રન આપ્યા. હાર્દિકના પ્રથમ ત્રણ બોલ પર 8 રન બન્યા હતા.હાલ બાંગ્લાદેશનો સ્કોર 12 ઓવરમાં 72 રનમાં શુન્ય વિકેટ છે.

આવી રીતે પડી બાંગ્લાદેશની વિકેટ…

પહેલી: 15મી ઓવરના ચોથા બોલે કુલદીપે લેફ્ટ હેન્ડેડ બેટર તન્ઝીદ હસનને ગુડ લેન્થ પર બોલ નાખ્યો, જેને તે સ્વિપ શોટ રમવા ગયો, પણ મિસ થઈ જતા LBW આઉટ થયો હતો.

બીજી: 20મી ઓવરે જાડેજાએ આર્મ બોલ નાખ્યો, જેને કેપ્ટન નઝમુલ હસન શાન્તો બેકફૂટ જઈને ડિફેન્ડ કરવા ગયો, પણ બોલ રમતા ચૂકી જતા તે LBW આઉટ થયો હતો.

ત્રીજી: 25મી ઓવરના પહેલાં બોલે સિરાજે ક્રોસ સીમ બોલ નાખ્યો, જેને મેહદી હસન મિરાઝ ફાઇન લેગ પર ફ્લિક કરવા ગયો, પણ એડ્જ વાગતા વિકેટકીપર કેએલ રાહુલે એક હાથે ડાઇવ મારીને કેચ કર્યો હતો.

 

 


Related Posts