U-19 world Cup – ટીમ ન લઇ શકી ઓસ્ટ્રલીયા સામે બદલો ,4થી વાર ઓસ્ટ્રલીયા ચેમ્પિયન

By: nationgujarat
12 Feb, 2024

વિશ્વકપમાં ભારત સતત બધી મેચ જીતી ફાઇનલ પહોંચી અને દરેક ક્રિકેટના પ્રેમીઓને એમ જ હતું કે આ વખતે ભારત વિશ્વકપ જીતશે પરંતુ અમદાવાદમાં રમાયેલી ફાઇનલમાં ઓસ્ટ્રલીયાએ  કરોડો ક્રિકેટ પ્રેમીના ડ્રિમ પર પાણી ફેરવી દીધી તે ગમ તો હજુ ભુલાયો ન હતો ત્યા અંડર 19 માં ટીમ જોડે ફાઇલમાં આ બદલો લેવાશે તેમાં સૌ ક્રિકેટ પ્રેમીઓ મનતા હતા પણ તેમા પણ કંગારુ ભારતીય ટીમને હરાવી ગયા અને સપનું તો આખરે સપનું રહ્યું

ICC મેન્સ અંડર-19 વર્લ્ડ કપ 2024ની ફાઇનલમાં ભારતને હારનો સામનો કરવો પડ્યો હતો. રવિવારે (11 ફેબ્રુઆરી)ના રોજ વિલોમૂર પાર્ક, બેનોની ખાતે રમાયેલી ફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 79 રનથી હરાવ્યું હતું. હ્યુગ વાબગનની કેપ્ટન્સીમાં ઓસ્ટ્રેલિયાની ટીમ ચોથી વખત અંડર-19 ચેમ્પિયન બની છે. આ સાથે જ ભારતનું છઠ્ઠી વખત ટાઈટલ જીતવાનું સપનું ચકનાચૂર થઈ ગયું.

ફાઈનલ મેચ જીતવા માટે ભારતને 254 રનનો ટાર્ગેટ મળ્યો હતો, જેનો પીછો કરવા માટે ભારતીય બેટ્સમેનો શરૂઆતથી જ સંઘર્ષ કરતા જોવા મળ્યા હતા. ભારતીય ટીમ 43.5 ઓવરમાં 174 રન પર જ સિમિત રહી હતી. ઓપનર આદર્શ સિંહ સિવાય ટોપ ઓર્ડરમાં અન્ય બેટ્સમેનોનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતું.

ઓસ્ટ્રેલિયાએ ભારતની 8 વિકેટ 122 રનમાં જ પડી ગઇ હતી. ત્યારે લાગતું હતું કે ભારતની હાર આનાથી પણ મોટી હશે. પરંતુ મુરુગન અભિષેકે એક ઉપયોગી ઇનિંગ રમી અને ભારતને 150થી આગળ લઇ ગયા. મુરુગન અભિષેકે 42 રન બનાવ્યા હતા. આદર્શ સિંહના બેટમાંથી સર્વોચ્ચ સ્કોર 47 રન હતો. આ સિવાય માત્ર મુશીર ખાન જ ડબલ ડિજિટ સુધી પહોંચી શક્યો. ઓસ્ટ્રેલિયા તરફથી ઝડપી બોલર મહાલી બીર્ડમેન અને સ્પિનર ​​રાફે મેકમિલને ત્રણ-ત્રણ વિકેટ ઝડપી હતી. જ્યારે ઝડપી બોલર કેલમ વાઈડરે બે સફળતા હાંસલ કરી હતી. ચાર્લી એન્ડરસન અને ટોમ સ્ટ્રેકરે પણ એક-એક વિકેટ લીધી હતી.

Aus Score Card Fall of wickets: 1-16 (Sam Konstas, 2.3 ov), 2-94 (Hugh Weibgen, 20.4 ov), 3-99 (Harry Dixon, 22.5 ov), 4-165 (Ryan Hicks, 34.1 ov), 5-181 (Harjas Singh, 37.5 ov), 6-187 (Raf MacMillan, 39.5 ov), 7-221 (Charlie Anderson, 45.3 ov)

India Fall of wickets: 1-3 (Arshin Kulkarni, 2.2 ov), 2-40 (Musheer Khan, 12.2 ov), 3-55 (Uday Saharan, 16.5 ov), 4-68 (Sachin Dhas, 19.1 ov), 5-90 (Priyanshu Moliya, 24.5 ov), 6-91 (Aravelly Avanish, 25.3 ov), 7-115 (Adarsh Singh, 30.3 ov), 8-122 (Raj Limbani, 31.5 ov), 9-168 (Murugan Abhishek, 40.3 ov), 10-174 (Saumy Pandey, 43.5 ov)

SubScribe – Nationgujarat in youtube


Related Posts

Load more