World Cup 2023 -Aus Toss જીત્યું પહેલા કરશે. બેટીંગ

By: nationgujarat
08 Oct, 2023

World cup 2023 India Vs Aus – આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચેન્નાઈનમાં રમાઇ રહી છે મેચ અને ઓસ્ટ્રલીયા ટોસ જીત્યું છેે પહેલા કરશે  બેટીંગ
ભારતના પ્લેઈંગ-11: ઈશાન કિશન, રોહિત શર્મા (કેપ્ટન), વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ.

ઓસ્ટ્રલિયાને એડવાન્ટેજ

વર્લ્ડ કપ પહેલાં ટીમ ઈન્ડિયાને ઈંગ્લેન્ડ અને નેધરલેન્ડ સામે બે વોર્મ-અપ મેચ રમવાની હતી. જો કે વરસાદના કારણે આ શક્ય થઈ શક્યું ન હતું. બીજી તરફ ઓસ્ટ્રેલિયાએ વોર્મ-અપ મેચમાં પાકિસ્તાનને હરાવ્યું હતું એટલે ઓસ્ટ્રલીયાને એડવાન્ટેજ મળી શકે છે.

ચેન્નાઇ ઓસ્ટ્રલિયા માટે ફેવરીટ છે

ચેન્નાઈમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અત્યાર સુધીમાં ત્રણ વનડે મેચ રમાઈ છે, જેમાં કાંગારુ ટીમે બે અને ભારતે એક મેચ જીતી છે. આ મેદાન પર છેલ્લી વખત બંનેની મુલાકાત ઓસ્ટ્રેલિયાએ જીતી હતી. વર્લ્ડ કપમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે કુલ 12 મેચ રમાઈ છે, જેમાં ભારત માત્ર ચાર મેચ જીતી શક્યું છે. ભારતીય ટીમે ચેન્નાઈના મેદાન પર કુલ 14 વન-ડે ઈન્ટરનેશનલ મેચ રમી છે. આ સમયગાળા દરમિયાન તેણે સાત મેચ જીતી અને છમાં હારનો સામનો કરવો પડ્યો. જ્યારે એક મેચ અનિર્ણિત રહી હતી.

 

Cricket News ને લગતી તમામ અપડેટ મેળવવા nationgujarat.com પરથી લોગીન કરો,સૌથી ઝડપી અને સચોટ સમાચાર


Related Posts