વિજયભવ: કોહલી અને રાહુલની “વિર” બેટીંગે ઓસ્ટ્રલિયા પાસેથી મેચ છીનવી

By: nationgujarat
08 Oct, 2023

ટીમ ઈન્ડિયા વન-ડે વર્લ્ડ કપ 2023માં પહેલી મેચ ચેન્નઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયા સામે હતી. ભારતને 200 રનનો ટાર્ગેટ મળ્યો હતો. ટાર્ગેટ ચેઝ કરવામાં ટીમ ઈન્ડિયાની શરૂઆત ખરાબ રહી હતી. ઈશાન કિશન, રોહિત શર્મા અને શ્રેયસ અય્યર ઝીરોમાં આઉટ થયા હતા અને 3 બેટર શુન્ય પર આઉટ થયા હતા.. ઈશાનને સ્ટાર્કે આઉટ કર્યો હતો. તો હેઝલવુડે એક જ ઓવરમાં રોહિત અને અય્યરને આઉટ કર્યા હતા. ભારતની 3 વિકેટ પડયા પછી ગ્રાન્ડમાં રીતસરનો સન્નાટો થઇ ગયો હતો જાણે કે ભારત મેચ હારી ગયુ હોય પણ  કોહલની એક વખત જીવતદાન મળ્યું કેચ ડ્રોપ કર્યો અને ઓસ્ટ્રલિયાએ જાણે મેચ પણ ડ્રોપ કરી.  કોહલીની વિરાટ અને રાહુલની સમજદારી રમતથી ભારત મેચ જીતવામાં સફળ રહ્યુ   કોહલી અને રાહુલ ઓસ્ટ્રલીયન બોલર સામે એક એક બોલ પર સમજદારીથી રમત રમી છે. આ મેચથી ભારતનો ટોપ ઓર્ડર કઇક શિખશે તેવી ફેન્સને આશા. જો માર્શે કોહલીનો કેચ ડ્રોપ ન કર્યો હોત તો ????? આજે પરિણામ અલગ હોઇ શકત  પણ ખેર જીત તો જીત હોય…. ખરેખર સિહના મો માંથી જીત કાઠી હોય તેવી ઇનીંગ હતી.

ઓવરઓલ ટીમની સારી બોલીગના કારણે ઓછો સ્કોર ચેઝ કરવાનો આવ્યો. ભારતીય બોલરે સારી બોલંગી કરી ઓસ્ટ્રલીયાને 200 સુધી સમિતિ કરી દીધા નહીતક બેટગીમાં પ્રોબ્લેમ  થાત શરૂઆતની 4 ઓવર પર પછી કોહલી અને રાહુલને કોઇ ખાસ સમસ્યા થઇ નથી રમવામાં

વિરાટ કોહલી અને કેએલ રાહુલ વચ્ચે 165 રનની ભાગીદારી કરી. આ દરમિયાન કોહલીએ તેની વન-ડે કરિયરની 67મી અડધી સદી પૂરી કરી છે. તેને સાથ આપતા રાહુલે પોતાની વન-ડે કારકિર્દીની 16મી ફિફ્ટી મારી છે. વિરાટ કોહલી અને રાહુલે 6 ફોર મારી . કોહલી 85 રન કરી આઉટ થયો k.રાહુલ 97 રન નોટઆઉટ

 

તો મેચની શરૂઆત જોઇએ તો…. હાઇ સ્કોરીગ પીચ નોહતી, સ્પીનરને મદદ મળતી પીચમાંં  ઓસ્ટ્રલિયાએ ટોસ જીત પહેલા બેટીંગ કરવાનો નિર્ણય કર્યો અને ભારત બોલીગ કરવા ઉતરી. ઓસ્ટ્રલિયાની શરૂઆત સારી ન રહી બુમરાહે પહેલી વિકેટ ભારતને અપાવી ઓસ્ટ્રલિયાની પહેલી વિકેટ Mitchell Marsh ના રૂપમાં પડી  તે 0 રન કરી આઉટ થયો ત્યાર પછી  ઓસ્ટ્રલિયાની પારીને સ્મિથ અને વોર્નરે સંભાળી… એક સમયે  મોટો સ્કોર કરશે તેમ લાગતુ હતું અને રોહીત આ પાર્ટનરશિપ તોડવા  તમામ બોલરને અજમાવી દીધા હતા પણ આખરે વોર્નરની વિકેટ મળી, 69 રનની ભાગીદારી પર ભારતે બ્રેક મારી.કુલદીપ યાદવે ઓસ્ટ્રલિયાના સ્કોર પર બ્રેક મારવામાં મદદ કરી  ત્યાર પછી ઓસ્ટ્રલિયાની ટીમે કોઇ ખાસ ભાગીદારી જોવા મળી નહી. સ્પિનરની પીચમાં જાડેજા. યાદવ અને અશ્વિન ને મીડિલ ઓર્ડર ને કોઇ ખાસ રન કરવા ન દીધા અને 3 સ્પિનરનો સ્પેલ જોઇએ તો 30 ઓવરમાં 114  રન માં 6 વિકેટ પડી . રોહીતે 2 પેસ બોલસર રાખ્યા હતા બુમરાહ અને શિરાજ અને મીડિલ ઓવરમાં પંડયા ને ઓવર આપી પણ આ મેચમાં પંડયાએ ઘણા રન આપ્યા તેણે 2 ઓવર નાખી 21 રન આપ્યાય  ઓસ્ટ્રલીયાની બેટીંગમાં સૌથી વધુ સ્કોર સ્મિથે 46 રન કર્યો વોર્નરે 41 રન કર્યા. ભારતને દર વખતની જેમ પુછડીયા બેટર નડયા આ વખતે પણ  9 વિકેટ પાડવામાં ભારતને મહેનત કરવી પડી. સ્ટાર્ક અને ઝંપા 24 રન કરી નાખ્યા  જો કે  જાડેજાની છેલ્લી ઓવરમાં રોહીતે કેચ ડ્રોપ કર્યો હતો.  42 ઓવર પછી ભારત દસમી વિકેટ માટે મરણીયા પ્રયાસ કરતુ જોવા મળ્યુ હતું. ઝંપા અને સ્ટાર્ક વચ્ચે 24 રનની મહત્વની ભાગીદારી જોવા મળી .  ઝંપાને પંડાયએ 49 ઓવરમાં આઉટ કર્ય  ઝંપાએ 6 રન કર્યા હતા.

આવી રીતે પડી ઓસ્ટ્રેલિયાની વિકેટ…

પહેલી: ત્રીજી ઓવરના બીજા બોલે બુમરાહે ગુડ લેન્થ પર બોલ નાખ્યો, જે સીમ પર પડીને થોડો આઉટ સ્વિંગ થયો, જેને માર્શ ડિફેન્ડ કરવા જતા એડ્જ વાગી અને ફર્સ્ડ સ્લિપમાં ઊભેલા કોહલીએ શાનદાર કેચ કર્યો હતો.

બીજી: 17મી ઓવરના ત્રીજા બોલે કુલદીપે નાખેલા બોલ પર વોર્નર રૂમ આપીને કવર પરથી શોટ મારવા ગયો, પણ બોલર કુલદીપ સાઇડ ગયો અને કુલદીપે કેચ કર્યો હતો.

ત્રીજી: 28મી ઓવરના પહેલાં બોલે જાડેજાએ ઑફ સ્ટમ્પ પર બોલ નાખ્યો, જેને સ્મિથ ડિફેન્ડ કરવા ગયો, પણ બોલ જબરો ટર્ન થયો અને બોલ્ડ થયો હતો.

ચોથી: 30મી ઓવરના બીજા બોલે જાડેજાએ ઑફ સ્ટમ્પની બહાર બોલ નાખ્યો, જેને માર્નસ લાબુશેન સ્વિપ શોટ મારવા ગયો, તેમાં એડ્જ વાગતા વિકેટકીપર કેએલ રાહુલે શાનદાર કેચ કર્યો હતો.

પાંચમી: 30મી ઓવરના ચોથા બોલે રવીન્દ્ર જાડેજાએ ગુડ લેન્થ પર બોલ નાખ્યો, જેને એલેક્સ કેરી ડિફેન્ડ કરવા ગયો, પણ મિસ થઈ જતાં LBW આઉટ થયો હતો.

છઠ્ઠી: 36મી ઓવરના પાંચમા બોલે કુલદીપે મેક્સવેલને બોલ નાખ્યો, જેને તે શોટ રમવા જતા ચૂકી ગયો અને બોલ્ડ થયો હતો.

સાતમી: 37મી ઓવરના બીજા બોલે અશ્વિને શોર્ટ લેન્થમાં બોલ નાખ્યો જેને કેમરૂન ગ્રીને કટ શોટ રમ્યો, પણ બેકવર્ડ પોઇન્ટ પર ઊભેલા હાર્દિકે કેચ કરી લીધો હતો.

આઠમી: 43મી ઓવરના બીજા બોલે બુમરાહની બોલિંગમાં પેટ કમિન્સ આઉટ થયો હતો.

નવમી: 49મી ઓવરના બીજા બોલે હાર્દિકે ફૂલ લેન્થ બોલ નાખ્યો, જેને એડમ ઝામ્પા લોંગ-ઑફ પરથી શોટ મારવા ગયો, પણ સર્કલની અંદર ઊભેલા કોહલીએ કેચ કરી લીધો હતો.

દસમી: છેલ્લી ઓવરના ત્રીજા બોલે સિરાજે સ્ટાર્કને બાઉન્સર નાખ્યો, જેને સ્ટાર્કે પુલ રમ્યો, પણ ટાઇમિંગ ના હોવાથી બાઉન્ડરીથી દોડીને અય્યરે કેચ કર્યો હતો.


Related Posts