અમદાવાદમાં દેશની પ્રથમ HIV/AIDS પર ડિજિટલ QR બુક મુખ્યમંત્રીના હસ્તે ખુલ્લી મુકાશે

By: nationgujarat
01 Dec, 2023

અમદાવાદ એડ્સ કંટ્રોલ સોસાયટી દ્વારા NACOના સહયોગથી HIV વિષય પર દેશની પ્રથમ ડિજિટલ બુક તૈયાર કરવામાં આવી રહી છે જે ટૂંક સમયમાં જ ગુજરાતની પ્રથમ ડિજીટલ બુકનું મુખ્યમંત્રીના હસ્તે લોન્ચિંગ કરવામાં આવશે.

ડિજિટલ બુકની વિશેષતા

દરેક પેજ પર ક્યુ આર કોડ હશે જેને સ્કેન કરતા પેજ પર લખેલી તમામ વિગતો વિડીયો સ્વરૂપે જોવા તેમજ સાંભળવા મળશે, જેથી અભણ વ્યક્તિ પણ સરળતાથી એચઆઇવી વિશે માર્ગદર્શન મેળવી શકશે.

અમદાવાદ એઇડ્સ કંટ્રોલ સોસાયટી દ્વારા આ ડિજિટલ બુક પેમ્પલેટ સ્વરૂપે પાંચ લાખ લોકોના ઘરો સુધી ક્યુ આર કોડ પેમ્પલેટના સ્વરૂપે પહોંચાડવામાં આવશે. ક્યુ આર કોડની સાથે વાંચનનો રસ ધરાવતા વ્યક્તિઓ બુક વાંચી શકે તેમજ કામગીરીના ફોટોગ્રાફ્સ જોઈ શકે તે પ્રકારની બુક તૈયાર કરાશે.

અમદાવાદમાં શું છે HIV/AIDSની સ્થિતિ

સમગ્ર વિશ્વમાં 1 ડિસેમ્બરને વર્લ્ડ એઇડ્સ ડે તરીકે ઉજવવામાં આવે છે. અમદાવાદમાં દર મહિને 100થી વધુ એચઆઈવીના પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ત્યારે આ સંખ્યાને કાબુ પર રાખવા માટે અમદાવાદ એડ્સ કંટ્રોલ સોસાયટી દ્વારા કયા પ્રકારની કામગીરી કરાય છે તે બાબતે વિશેષ માહિતી નીચે મુજબ છે.

અમદાવાદમાં હાલમાં 14000 જેટલા એચઆઇવી પોઝિટિવ વ્યક્તિઓની સંખ્યા નોંધાયેલા છે. દર મહિને 100થી વધુ દર્દીઓ એચઆઇવીના નવા કેસ નોંધાય છે. આ કુલ દર્દીઓમાંથી એક ટકા જેટલા પોઝિટિવ કેસ બાળકોમાં નોંધાય છે. ગર્ભવતી એચઆઈવી પોઝિટિવ મહિલાઓમાંથી HIVનો ચેપ બાળકોને ન લાગે તે માટે અમદાવાદ એડ્સ કંટ્રોલ સોસાયટી સતર્કતાપૂર્વક કામગીરી કરી રહી છે.જેના કારણે ગર્ભવતી મહિલાઓ માંથી તેના બાળકને એચઆઈવીનો ચેપ ન લાગે. ગર્ભવતી મહિલાઓમાંથી બાળકોને રિપોર્ટ પોઝિટિવ આવે તેવા માત્ર એક ટકા જ કેસ નોંધાય છે. અમદાવાદમાં સૌથી વધુ HIVના પોઝિટિવ કેસ પૂર્વ ઝોનમાં નોંધાયા છે. આ તમામ પોઝિટિવ કેસ ને સારવાર તેમજ માર્ગદર્શન આપવા માટે 15 જેટલી એનજીઓ અમદાવાદમાં કાર્યરત છે.


Related Posts

Load more