IND Vs SL વેલ્લાગેએ સામે ટીમ ઈન્ડિયાના ટૉપ-3નો ધબડકો

By: nationgujarat
12 Sep, 2023

એશિયા કપ 2023માં સુપર-4 સ્ટેજની ચોથી મેચ આજે ભારત અને શ્રીલંકા વચ્ચે મેચ કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાઈ રહી છે. જેમાં ટીમ ઈન્ડિયાએ ટૉસ જીતીને પહેલા બેટિંગ લીધી છે. ટીમ તરફથી ઈશાન કિશન અને કેએલ રાહુલ ક્રિઝ પર છે.

દુનિથ વેલાલ્ગેએ પોતાના સ્પેલની પહેલા જ બોલે શુભમન ગિલને બોલ્ડ કર્યો હતો. ગિલ 19 રન બનાવીને આઉટ થયો હતો. તો વેલ્લાગેએ વિરાટને પણ 3 રનના વ્સક્તિગત સ્કોર પર આઉટ કર્યો હતો. વેલ્લાગેએ રોહિત શર્માને પણ બોલ્ડ કર્યો હતો. રોહિત 53 રને આઉટ થયો હતો.

રોહિત શર્માએ છગ્ગો ફટકારીને વન-ડેમાં 10 હજાર રન પૂરા કર્યા છે. તો તેણે વન-ડે કરિયરની 51મી ફિફ્ટી પણ પૂરી કરી છે.

આવી રીતે પડી ટીમ ઈન્ડિયાની વિકેટ…

પહેલી: 12મી ઓવરના પહેલા જ બોલે દુનિથ વેલાલ્ગેએ નાખેલો બોલ ટર્ન થતા શુભમન ગિલ બોલ્ડ થયો હતો.

બીજી: 14મી ઓવરના પાંચમા બોલે દુનિથ વેલ્લાગેએ શોર્ટ બોલ બોલ નાખ્યો, જેને કોહલી મિડ વિકેટ પરથી ફટકારવા ગયો, પણ સર્કલની અંદર ઊભેલા કેપ્ટન દાસુન શનાકાએ કેચ કર્યો હતો.

ત્રીજી: 16મી ઓવરના પહેલા બોલે દુનિથ વેલ્લાગેએ આર્મ બોલ નાખ્યો, જે સીધો રહીને પછી અંદર આવ્યો અને નીચે રહ્યો, જેને રોહિતથી મિસ થઈ જતા બોલ્ડ થયો હતો.

80 રનની ઓપનિંગ ભાગીદારી
ભારતીય કેપ્ટન રોહિત શર્મા અને શુભમન ગિલે 67 બોલમાં 80 રનની ઓપનિંગ પાર્ટનરશિપ કરી હતી. આ ભાગીદારી દુનિથ વેલાલ્ગેએ ગિલને બોલ્ડ કરીને તોડી હતી.


Related Posts