IND VS SL – ભારતે ટોસ જીત્યો,પહેલા બેટીંગ કરશે ભારત

By: nationgujarat
12 Sep, 2023

એશિયા કપ 2023માં સુપર-4 સ્ટેજની ચોથી મેચ આજે ભારત અને શ્રીલંકા વચ્ચે મેચ કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાઈ રહી છે. જેમાં ટીમ ઈન્ડિયાએ ટૉસ જીતીને પહેલા બેટિંગ લીધી છે. ટીમે પ્લેઇંગ-11માં એક ફેરફાર કર્યો છે. ગત મેચમાં પાંચ વિકેટ લેનાર શાર્દિલ ઠાકુરની જગ્યાએ અક્ષર પટેલને સ્થાન આપ્યું છે.

બન્ને ટીમની પ્લેઇંગ-11

ભારત: રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, કેએલ રાહુલ (વિકેટકીપર), ઈશાન કિશન, હાર્દિક પંડ્યા, રવીન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ અને મોહમ્મદ સિરાજ

શ્રીલંકા: દાસુન શનાકા (કેપ્ટન), પથુમ નિસાન્કા, દિમુથ કરુણારત્ને, કુસલ મેન્ડિસ (વિકેટકીપર), સાદિરા સમરવિક્રમા, ચરિથ અસલંકા, ધનંજય ડી સિલ્વા, દુનિથ વેલાલ્ગે, મહિશ થિક્સાના, મથીશા પથિરાના અને કસુન રંજિથા.

બંને ટીમ એશિયા કપના ODI ફોર્મેટમાં 20મી વખત એકબીજાનો સામનો કરશે, છેલ્લી વખત તેઓ 2014માં સામસામે આવી હતી.

સુપર-4 તબક્કામાં ભારતની આ બીજી મેચ છે. ટીમે સોમવારે જ પાકિસ્તાન સામેની પ્રથમ મેચમાં 228 રનથી જીત મેળવી હતી. શ્રીલંકાની ટીમે તેના સુપર-4ની પ્રથમ મેચમાં બાંગ્લાદેશને 21 રને હરાવ્યું હતું.

 


Related Posts