IND VS SA – First T-20 મેચ વરસાદને કારણે રદ થઇ

By: nationgujarat
10 Dec, 2023

આજે, ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રણ મેચની T20 શ્રેણીની પ્રથમ મેચ ડરબનના કિંગ્સમીડ ખાતે રમાવવાની હતી. જો કે વરસાદના કારણે આ મેચ શરૂ થઈ શકી ન હતી. સતત વરસાદને કારણે આ મેચની ટોસ પણ થઈ શકયો ન હતો. વરસાદને કારણે  મેચ રદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે પ્રથમ T20 મેચ ભારતીય સમય અનુસાર સાંજે 7 વાગે રમાવાની હતી. મેચ 7.30 વાગ્યે શરૂ થવાની હતી. જોકે લાંબા સમયથી વરસાદ પડી રહ્યો હતો. જેના કારણે ટોસ સમયસર થઈ શક્યો ન હતો. આ પછી, વરસાદ રોકવા માટે લાંબી રાહ જોવી પડી, પરંતુ વરસાદ બંધ ન થયો અને તેના કારણે અમ્પાયરોએ મેચ રદ કરવાનો નિર્ણય લીધો.


Related Posts

Load more