INA VS SA – બેટીંગમાં સુર્ય અને યશસ્વી ને યશ તો બોલીંગમાં કુલદીપની 5 વિકેટ થી મળી106 રનથી જીત

By: nationgujarat
15 Dec, 2023

ભારતે T20 શ્રેણીની ત્રીજી અને નિર્ણાયક મેચમાં સાઉથ આફ્રિકાને 106 રને હરાવ્યું. આ જીત સાથે ટીમ ઈન્ડિયા 3 મેચની સિરીઝ 1-1થી બરાબર કરવામાં સફળ રહી છે. પ્રથમ મેચ વરસાદને કારણે રદ કરવામાં આવી હતી અને બીજી સાઉથ આફ્રિકાએ જીતી હતી. હવે બંને ટીમ 17મી ડિસેમ્બરથી વન-ડે સિરીઝ રમશે. પહેલી મેચ જોહાનિસબર્ગમાં રમાશે.

જોહાનિસબર્ગના વાન્ડરર્સ સ્ટેડિયમમાં 202 રનના લક્ષ્યાંકને ચેઝ કરવા ઉતરેલી આફ્રિકન ટીમ 13.5 ઓવરમાં 95 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ પહેલાં ટીમ ઈન્ડિયાએ સૂર્યાની સદીની મદદથી 20 ઓવરમાં 7 વિકેટે 201 રન બનાવ્યા હતા. કુલદીપ યાદવે આફ્રિકા સામે 5 વિકેટ લીધી. 2.5 ઓવરમાં 17 રન આપી 5 વિકેટ લીધી  તો શરૂઆતની પહેલી જ ઓવર સિરાજે મેડન નાખી જેનાથી ઓપનર બેટર પર દબાણ આવ્યું સિરાજે 3 ઓવરમાં એક મેડન 13 રન આપ્યા. જાડજાએ 3 ઓવર નાખી 25 રન આપી 2 વિકેટ લીધી ત્યાર પછી મુકેશ અને અર્શદીપને એખ એક વિકેટ મળી છે.

Fall of wickets: 1-4 (Matthew Breetzke, 1.3 ov), 2-23 (Reeza Hendricks, 3.2 ov), 3-42 (Heinrich Klaasen, 5.4 ov), 4-42 (Aiden Markram, 6.1 ov), 5-75 (Donovan Ferreira, 9.6 ov), 6-82 (Andile Phehlukwayo, 10.6 ov), 7-89 (Keshav Maharaj, 11.6 ov), 8-94 (Nandre Burger, 13.1 ov), 9-94 (Lizaad Williams, 13.3 ov), 10-95 (David Miller, 13.5 ov)

સૂર્યકુમાર યાદવ ફિલ્ડિંગ દરમિયાન ઈજાગ્રસ્ત થયો
સૂર્યકુમાર યાદવ ફિલ્ડિંગ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો. બીજી ઓવરના ત્રીજા બોલ પર રીઝા હેન્ડ્રિક્સે એક્સ્ટ્રા કવરમાં શોટ રમ્યો હતો. ફિલ્ડિંગ કરી રહેલા સૂર્યાએ બોલને બાઉન્ડ્રી સુધી પહોંચતા અટકાવ્યો હતો. પરંતુ બોલને રોકતી વખતે તેની પગન એન્કલ વળી ગયો હતો. તેને ચાલવામાં પણ તકલીફ થવા લાગી. ટીમના ફિઝિયો આવ્યા અને તેને આરામ કરવાની સલાહ આપી. સૂર્યાના સ્થાને રવીન્દ્ર જાડેજાએ કેપ્ટનની જવાબદારી સંભાળી હતી.

પાવરપ્લેમાં સાઉથ આફ્રિકાને 3 આંચકો લાગ્યા
202 રનના લક્ષ્યને ચેઝ કરવા ઉતરેલી દક્ષિણ આફ્રિકાની શરૂઆત સારી રહી ન હતી. મોહમ્મદ સિરાજે પ્રથમ ઓવરમાં મેડન ફેંકીને દબાણ સર્જ્યું હતું. આ દબાણનો ફાયદો મુકેશ કુમારને બીજી ઓવરમાં મળ્યો. મુકેશે મેથ્યુ બ્રિટ્ઝકી (4 રન)ને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. જે બાદ ત્રીજી ઓવરમાં રીઝા હેન્ડ્રીક્સ રનઆઉટ થયો હતો.

પ્રથમ ત્રણ ઓવરમાં ઓપનરોની વિકેટો ગુમાવ્યા બાદ આફ્રિકન ટીમ દબાણમાં આવી ગઈ હતી અને પાવરપ્લેના અંત સુધીમાં ક્લાસેન પણ આઉટ થઈ ગયો હતો. તે છઠ્ઠી ઓવરના ચોથા બોલ પર અર્શદીપ સિંહની બોલિંગમાં રિંકુ સિંહના હાથે કેચ આઉટ થયો હતો. પાવરપ્લેમાં આફ્રિકાની ટીમે 42 રનમાં 3 વિકેટ ગુમાવી દીધી હતી. છઠ્ઠી ઓવર બાદ ટીમનો સ્કોર 42/3 હતો.

સૂર્યાની શાનદાર સેન્ચુરી; ભારતે 201 રન બનાવ્યા
જોહાનિસબર્ગના વાન્ડરર્સ સ્ટેડિયમમાં ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા ટીમે 20 ઓવરમાં 7 વિકેટે 201 રન બનાવ્યા હતા. સૂર્યકુમાર યાદવે 56 બોલમાં 100 રનની ઇનિંગ રમી હતી જ્યારે યશસ્વી જયસ્વાલે 60 રન બનાવ્યા હતા. સૂર્યાએ T20 ઈન્ટરનેશનલમાં ચોથી સદી ફટકારી છે. ભારત માટે સૌથી વધુ T20 સદી ફટકારનાર બેટર્સની યાદીમાં તે રોહિત શર્માની બરાબરી પર આવી ગયો છે. તો જયસ્વાલે તેની ત્રીજી અડધી સદી ફટકારી હતી.

ડેથ ઓવરમાં ભારતીય બેટર્સનું ઠીકઠાક પરફોર્મન્સ
મિડલ ઓવરોમાં શાનદાર બેટિંગ કર્યા બાદ ભારતીય ખેલાડીઓ ડેથ ઓવરોમાં મોટો સ્કોર કરી શક્યા ન હતા. 17મી અને 18મી ઓવરમાં કુલ 25 રન બનાવ્યા હતા. અહીંથી એવું લાગતું હતું કે ભારત 211 અથવા 213 રન બનાવશે, પરંતુ નાન્દ્રે બર્જરે 19મી ઓવરમાં 6 રન આપ્યા હતા. આ ઓવરમાં રિંકુ સિંહ પણ આઉટ થયો હતો. આ 6 રનની ઓવર અને રિંકુની વિકેટને કારણે દબાણ સર્જાયું હતું અને છેલ્લી ઓવરમાં 9 રન થયા હતા જ્યારે 3 વિકેટ પણ પડી હતી. ભારતે છેલ્લી 4 ઓવરમાં 40 રન બનાવ્યા હતા અને 4 વિકેટ પડી હતી

મિડલ ઓવરોમાં સૂર્યા-યશસ્વીની વિસ્ફોટક ઇનિંગ્સ
પાવરપ્લેમાં મિશ્ર પ્રદર્શન બાદ કેપ્ટન સૂર્યકુમાર યાદવ અને યશસ્વી જયસ્વાલે ઘણા રન બનાવ્યા હતા. ટીમ ઈન્ડિયાએ 99 રનમાં માત્ર એક વિકેટ ગુમાવી હતી. 16 ઓવર પછી ટીમ ઈન્ડિયાનો સ્કોર 161/3 હતો.

જયસ્વાલની ત્રીજી અડધી સદી: ઓપનર યશસ્વી જયસ્વાલે 60 રનની અડધી સદી રમી હતી. તેણે 34 બોલમાં 6 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી અડધી સદી ફટકારી હતી. યશસ્વી જયસ્વાલની આ ત્રીજી T20 અડધી સદી છે. છેલ્લી મેચમાં તે શૂન્ય રને આઉટ થયો હતો.


Related Posts