IND vs SA 2nd ODI:ભારતને પહેલો ઝટકો , ગાયકવાડ 4 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો.

By: nationgujarat
19 Dec, 2023

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાઈ રહેલી ત્રણ મેચની ODI શ્રેણીની બીજી મેચ ગકેબરહાના સેન્ટ જ્યોર્જ પાર્કમાં રમાઈ રહી છે. આ મેચમાં દક્ષિણ આફ્રિકાની ટીમે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. ભારતીય ટીમે શ્રેણીની પ્રથમ વનડે મેચ એકતરફી જીતી હતી. બીજી તરફ, ODIમાં ટીમ ઈન્ડિયાના પ્લેઈંગ 11માં ફેરફાર કરવામાં આવ્યો છે, જેમાં શ્રેયસ અય્યર ટેસ્ટ ટીમ સાથે જોડાયા બાદ રિંકુ સિંહે ODI ફોર્મેટમાં ડેબ્યૂ કર્યું છે.

દક્ષિણ આફ્રિકા સામેની બીજી વનડે મેચમાં ભારતીય ટીમના ઓપનિંગ બેટ્સમેન રૂતુરાજ ગાયકવાડે ફરી એકવાર બધાને નિરાશ કર્યા છે અને તે મેચના બીજા બોલ પર માત્ર 4 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. હવે તિલક વર્મા સાઈ સુદર્શનને સપોર્ટ કરવા મેદાનમાં બેટિંગ કરવા ઉતર્યા છે.

India Team

રૂતુરાજ ગાયકવાડ, સાઈ સુદર્શન, તિલક વર્મા, સંજુ સેમસન, કેએલ રાહુલ (વિકેટકીપર/કેપ્ટન), રિંકુ સિંહ, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ, અવેશ ખાન, કુલદીપ યાદવ, મુકેશ કુમાર.


Related Posts

Load more