IND VS SA – ટીમનો સુર્ય ચમકયો, યાદવે 100 રનનું યોગદાન આપી ટીમનો સ્કોર 201 પર પહોંચાડયો

By: nationgujarat
14 Dec, 2023

ત્રીજી વનડેમાં આફ્રિકા ટોસ જીતી પહેલા બોલીગં પસદ કરી અને  ભારતની શરૂઆત સારી ન રહી ટીમની 2 વિકેટ ઝડપથી પડી હતી 29 રનમાં ગીલ અને તીલક વર્મા આઉટ થતા કેપ્ટન સુર્યકુમાર યાદવ અને યશસ્વીએ ટીમને એક સન્માન જનક સ્કોર તરફ લઇ જવામાં ભૂમિકા નિભાવી જેમાં યશસ્વી 41 બોલમાં 60 રન કરી આઉટ થયો હતો ભારતે એક ઇનિંગમાં કુલ 12 સિકસ ફટકારી છે જેમાં 3 યશસ્વીની 8 સુર્યકુમારની એક રિંકુ સિહ એ ફટકારી છે, સુર્યકુમાર 100 રન તરત આઉટ થયો તો જીતીશ કુમાર હિટ વિકેટ આઉટ થયો જે ભાગ્યે જ કોઇ ખિલાડી આઉટ થાય તેમાં જીતેશનું નામ જોડાયુ .

કેપ્ટન સૂર્યકુમાર યાદવની સદીની મદદથી ભારતે ત્રીજી અને છેલ્લી T20 મેચમાં સાઉથ આફ્રિકાને જીતવા માટે 202 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જોહાનિસબર્ગના વાન્ડરર્સ સ્ટેડિયમમાં ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા ટીમે 20 ઓવરમાં 7 વિકેટે 201 રન બનાવ્યા હતા.

સૂર્યકુમાર યાદવે 56 બોલમાં 100 રનની ઇનિંગ રમી હતી જ્યારે યશસ્વી જયસ્વાલે 60 રન બનાવ્યા હતા. સૂર્યાએ T20 ઈન્ટરનેશનલમાં ચોથી સદી ફટકારી છે. ભારત માટે સૌથી વધુ T20 સદી ફટકારનાર બેટર્સની યાદીમાં તે રોહિત શર્માની બરાબરી પર આવી ગયો છે. તો જયસ્વાલે તેની ત્રીજી અડધી સદી ફટકારી હતી.

મિડલ ઓવરોમાં સૂર્ય-યશસ્વીની વિસ્ફોટક ઇનિંગ્સ
પાવરપ્લેમાં મિશ્ર પ્રદર્શન બાદ કેપ્ટન સૂર્યકુમાર યાદવ અને યશસ્વી જયસ્વાલે ઘણા રન બનાવ્યા હતા. ટીમ ઈન્ડિયાએ 99 રનમાં માત્ર એક વિકેટ ગુમાવી હતી. 16 ઓવર પછી ટીમ ઈન્ડિયાનો સ્કોર 161/3 હતો.

જયસ્વાલની ત્રીજી અડધી સદી: ઓપનર યશસ્વી જયસ્વાલે 60 રનની અડધી સદી રમી હતી. તેણે 34 બોલમાં 6 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી અડધી સદી ફટકારી હતી. યશસ્વી જયસ્વાલની આ ત્રીજી T20 અડધી સદી છે. છેલ્લી મેચમાં તે શૂન્ય રને આઉટ થયો હતો.

સૂર્યાની એક છગ્ગા સાથે ફિફ્ટી: કેપ્ટન સૂર્યકુમાર યાદવે છગ્ગા સાથે અડધી સદી ફટકારી હતી. તેણે સતત બીજી મેચમાં ફિફ્ટી ફટકારી છે.

સૂર્યા-જયસ્વાલની સદીની ભાગીદારીઃ 29 રનમાં સતત બે વિકેટ ગુમાવ્યા બાદ ઓપનર યશસ્વી જયસ્વાલ અને કેપ્ટન સૂર્યકુમાર યાદવે ટીમ ઈન્ડિયાના સ્કોરને 100ની પાર પહોંચાડ્યો હતો. બંનેએ ત્રીજી વિકેટ માટે 116 રનની ભાગીદારી કરી હતી.

ઓપનરોની ઝડપી શરૂઆત, મહારાજે 2 વિકેટ લીધી
સતત બીજી મેચમાં ટોસ હાર્યા બાદ બેટિંગ કરવા આવ્યા બાદ ટીમ ઈન્ડિયાની શરૂઆત સારી રહી હતી. પાવર પ્લેની પ્રથમ 2 ઓવરમાં ઓપનરોએ 6 બાઉન્ડરી સહિત 29 રન બનાવ્યા હતા, પરંતુ ત્રીજી ઓવરમાં આવેલા કેશવ મહારાજે 29ના સ્કોર પર ટીમ ઈન્ડિયાને બે ઝટકા આપ્યા હતા. તેણે આ ઓવરના બીજા બોલ પર ગિલ અને ત્રીજા બોલ પર તિલક વર્માને પેવેલિયનનો રસ્તો બતાવ્યો.

અહીંથી સૂર્યાએ જયસ્વાલ સાથે મળીને ટીમના સ્કોરને 50ની પાર પહોંચાડ્યો હતો. 6 ઓવર પછી ટીમ ઈન્ડિયાનો સ્કોર 62/2 થયો હતો.


Related Posts